ઉનાળું પાકો માટે સિંચાઇના પાણી મળતું બંધ થઈ ગયું
ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના લોકોને પાણી વિના હાડમારી
દેવ નદી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર ઉપર આવેલી છે

દેડિયાપાડાથી 35 કિલોમીટર દૂર ડુમખલ પાસે દેવ નદી આવેલી છે. ડુમખલ ગામે દેવનદી ઉપર પુલ આવેલો છે. પુલના સામે કિનારે મહારાષ્ટ્રની બોર્ડર આવી જાય છે. દેવ નદી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર ઉપર આવેલી છે. આ દેવ નદીના પાણીનો ઉપયોગ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ડુમખલ, દેવરા ફ્ળિયું, સરીબાર, કણજી, વાંદરી માથાસર અને ડૂડાખાલ અને અન્ય ગામડાંના લોકોને દેવ નદીનું પાણી મળે છે. દેવ નદીનું પાણી ખેડૂતો નાના મશીન મુકીને પાઈપ લાઈન કરીને સિંચાઇના પાણીથી શિયાળું અને ઉનાળું પાકો લે છે. તેમાં કપાસ, ઘંઉ, ચણા, તુવેર, પાપડી, મકાઈ અને જુવારના પાકો લે છે. મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર વિસ્તારના ખેડૂતો પણ આવા પાકો લે છે. દેવ નદીનું પાણી ખેડૂતોના પશુઓને પીવાના કામમાં આવે છે.

ડુંગર વિસ્તાર હોવાથી પક્ષીઓ અને જંગલી પ્રાણીઓને પીવાનું પાણી મળે છે. લોકો દેવ નદીનું પાણી પીવામાં, સ્નાન કરવામાં, કપડાં ધોવાના ઉપયોગમાં લે છે. આ બંને રાજ્યોના લોકો માટે દેવ નદી ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મહા દુઃખની વાત એ છે કે દેડિયાપાડા તાલુકાના ડુંગર વિસ્તારમાં અત્યારે સૂર્ય નારાયણનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. સૂર્ય નારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે. પુષ્કળ પાણી ગરમી પડે છે. તેને કારણે દેવનદી સુકાઈ ગઈ છે. દેવનદી સુકાઈ જતાં આ વિસ્તારમાં જળ સંકટ શરૂ થઈ ગયું છે. ખેડૂતોને ઉનાળું પાકો માટે સિંચાઇના પાણી મળતું બંધ થઈ ગયું છે. દેવ નદીમાં અમુક જગ્યાએ પાણીના દરા ભરાયેલા છે. પાણીના ખાબોચિયાં ભરાયેલા છે. તેમાં લીલના મોટા મોટા થર બાઝી ગયા છે. પાણી દુષિત થઈ ગયું છે. જે પીવા લાયક નથી. દેવ નદી સુકાઈ જતાં ખેડૂતોની હાલત કફેડી બની છે. જળ સંકટોનો સામનો આ વિસ્તારના આદિવાસીઓ કરી રહ્યા છે. હજુ મે માસની શરૂઆત છે. જુન માસ એમ બે માસ લેવાના છે. ત્યારે દેવ નદી સુકાઈ જતાં જળ સંકટોનો સામનો લોકો કરી રહ્યા છે. દેવ નદી સુકાઈ જતાં આ વિસ્તારમાં જમીનમાં પાણીના જળ સ્તર ઘણાં નીચે જતાં રહેતા કુવાઓ, બોર, હેન્ડ પંપમાં પાણી આવતા નથી. તેને કારણે દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં જળ સંકટ શરૂ થઈ ગયું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *