– મુદસ્સર અજીજ દિગ્દર્શિત આ ફિલ્મમાં તાપસી પન્નુ, એમી વિર્ક, પાણી કપૂર જેવા સિતારાઓ હશે
મુંબઇ : અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ખેલ ખેલ મેં ની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, ફરદીન ખાન ઉપરાંત અન્ય કલાકારો જોવા મળવાના છે.
આ ફિલ્મ ભરપુર કોમેડી અને ઇમોશનથી ભરેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મુદસ્સર અજીઝના દિગ્દર્શનમા ંબનેલી આ ફિલ્મ ખેલ ખેલ મેંને ૬ સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવાાં આવશે. આ ફિલ્મ માટે એવો દાવો કરવામાં આવ્યો છે કે, દર્શકો હસી-હસીને લોથપોથ થઇ જશે.
આ ફિલ્મમાં કોમેડી-ડ્રામા શૈલીને નવા અંદાજમાં પેશ કરવાાં આવવાની છે. તેમજ આ ફિલ્મ ઇમોશનની એક રોલરકોસ્ટર સવારી હશે એવો પણ દાવો કરવામાં આવ્યો છે.