– આ ત્રીજી ફ્રેન્ચાઇજીમાં બન્ને જોલી આમને સામને જોવા મળશે
મુંબઇ : અરશદ વારસી જલદી જ અક્ષય કુમારની જોલી એલએલબી ૩નું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ કરવાનો છે. અરશદ વારસની એક મહિના શેડયુલ સાથે શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી વિશે હજી કોઇ ઘોષણા કરવામાં આવી નથી. કહેવાય છે કે, જોલી એલએલબી ૩નું શૂટિંગ ૨૦૨૪ના અંત સુધી ચાલશે અને ૨૦૨૫માં ફિલ્મ રિલીઝ કરવાની યોજના છે.
એક રિપોર્ટના અનુસાર, અરશદ વારસી અક્ષય કુમારની જોલી એલએલબી ૩નું શૂટિંગ જલદી જ શરૂ કરવાનો છે. તે એક મહિના સુધી રાજસ્થાનમાં શૂટિંગ કરશે અને ફિલ્મનું પ્રી-પ્રોડકશન વર્ક શરૂ થઇ ગયું છે.
આ ફિલ્મમાં અક્ષય કુમારવકીલનો રોલ કરી રહ્યો છે. એક રિપોર્ટના અનુસાર, જોલી એલએલબી ૩માં બન્ને જોલી આને સામને થતા જોવા મળવાના છે. જ્યારે સૌરભ શુક્લા ન્યાયાધીશના રોલમાં જોવા મળશે.