T20 World Cup News | વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરો યુગાન્ડાની ક્રિકેટ ટીમ તરફથી રમતાં જોવા મળશે. મૂળ કચ્છના વતની એવા અલ્પેશ રામજણીની સાથે રોનક પટેલ અને દિનેશ નાકરાણીનો યુગાન્ડાની ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
29 વર્ષનો અલ્પેશ રામજની ડાબોડી બેટ્સમેન હોવાની સાથે સ્પિનર પણ છે. મુંબઈના કાંદીવલીમાં રહેતો અલ્પેશ 2021માં જ યુગાન્ડામાં સ્થાયી થયો હતો. તે અગાઉ મુંબઈની અંડર-16 અને 19 ટીમ તરફથી રમી ચૂક્યો છે. તેણે બે વખત મુંબઈની રણજી ટ્રોફી ટીમના કેમ્પમાં પણ તક આપવામાં આવી હતી.
35 વર્ષીય રોનક પટેલ જમણેરી ઓપનિંગ બેટ્સમેન તરીકેની ભૂમિકામાં છે. જ્યારે દિનેશ નાકરાણી ડાબોડી બેટ્સમેન હોવાની સાથે લેફ્ટ આર્મ મીડિયમ પેસર છે. દિનેશ અગાઉ સૌરાષ્ટ્ર તરફથી પણ રમી ચૂક્યો છે.