Image Twitter
IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પછી IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. ક્યારેક હંમેશા પોઈન્ટ ટેબલના ટોપ પર રહેતું મુંબઈ 10 ટીમોની લીગમાં 9માં નંબર પર ચાલી રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ સામે સીરીઝની 9મી મેચમાં મુંબઈ 10 રનથી હારી ગયું હતું. દિલ્હીએ 257 રન બનાવ્યા હતા. તો તેની સામે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ 247 રન જ બનાવી શકી.
હાર મળ્યા પછી શું બોલ્યા હાર્દિક ?
હાર્દિક પંડ્યાનું માનવું છે કે, તેની ટીમ આ લક્ષ્યને હાંસલ કરીને મેચ જીતી શકતી હતી. મેચ બાદ વાત કરતા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને કહ્યું, ‘આ રમત ખૂબ જ રસપ્રદ થવા જઈ રહી છે. પહેલા બંને ટીમો વચ્ચેનું અંતર થોડીક ઓવર હતું, હવે તે ઘટીને થોડા બોલનો થઈ ગયુ છે. આ પ્રકારની મેચોમાં બોલરો પરના દબાણને કારણે, અમને અમારી જીત પર વિશ્વાસ હતો.
હાર માટે તિલકને દોષિત ઠેરવવામાં આવ્યો
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના આઉટ થવાની સાથે જ ટીમની આશા પણ ખતમ થઈ ગઈ. પરંતુ હાર્દિકે ઈશારામાં તેને હાર માટે જવાબદાર ગણાવ્યો હતો. તિલકે 32 બોલમાં 63 રન ફટકાર્યા હતા. વધુમાં હાર્દિકે કહ્યું- જો મારે કંઈક કરવાનું હોત તો અમે વચ્ચેની ઓવરોમાં થોડું વધારે જોખમ ઉઠાવી શક્યા હોત. ખાસ કરીને ડાબા હાથના બેટ્સમેન અક્ષરની પાછળ થોડા વધુ આગળ જઈ શક્યા હોત. આ મેચના દૃષ્ટિકોણથી આ થોડી ભૂલ હતી.
મેચમાં 500થી વધુ રન બન્યા
દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 10 રને હરાવ્યું. દિલ્હીએ ચાર વિકેટ પર 257 રન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને નવ વિકેટે 247 રન પર રોકી દીધું હતું. જેક ફ્રેઝર મેકગર્કે માત્ર 27 બોલમાં 84 રન બનાવીને દિલ્હીને શાનદાર શરૂઆત અપાવી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં અણનમ 48 રન, શાઈ હોપે 17 બોલમાં 41 રન અને અભિષેક પોરેલે 27 બોલમાં 36 રન બનાવ્યા હતા. મુંબઈ માટે તિલક વર્માએ સૌથી વધુ 63 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે રસિક સલામ અને મુકેશ કુમારે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.