Manipur 2 CRPF soldiers died | મણિપુરમાં ચાલી રહેલી હિંસા હજુ અટકતી દેખાતી નથી. લોકસભા ચૂંટણીના એક દિવસ બાદ જ કુકી ઉગ્રવાદીઓએ નરસેના વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર હુમલો કર્યાની માહિતી સામે આવી છે. આ હુમલામાં બે જવાનોના મોતના અહેવાલ છે.
મધરાતથી સવાર સુધી ફાયરિંગ…
મણિપુર પોલીસે આ અંગે માહિતી આપતાં કહ્યું કે કુકી ઉગ્રવાદીઓએ મધરાતથી સવારના 2.15 વાગ્યા સુધી હુમલો કર્યો. હુમલામાં માર્યા ગયેલા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPFની 128મી બટાલિયનના હતા.
ગત વર્ષને મેમાં હિંસાની શરૂઆત થઈ હતી
ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં હિંસાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં ત્યાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરક્ષા દળો સાથે જોડાયેલા લોકો પણ ત્યાં હિંસાનો શિકાર બની રહ્યા છે. મોટી સંખ્યામાં લૂંટાયેલા શસ્ત્રોની રિકવરી પણ હજુ થઇ નથી. મોટાભાગના લોકોને મણિપુર પોલીસ પર વિશ્વાસ નથી, જ્યારે આસામ રાઈફલને લઈને એક ખાસ સમુદાયના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. બદમાશો દ્વારા IEDના ડરથી સુરક્ષા દળોના વાહનોને આગળ વધવા દેવામાં આવતા નથી. સ્થાનિક પોલીસ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.