– આ ફિલ્મમાં અભિનેતા સારા અલી ખાન સાથે જોડી જમાવે તેવા સંકેત
મુંબઇ : આયુષ્માન ખુરાનાએ કારકિર્દીમાં વિવિધ રોલ પર હાથ અજમાવ્યો છે. હવે તે કરણ જોહર નિર્મિત સ્પાય કોમેડીમાં કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મનું સહ-નિર્માણ ગુનીત મોન્ગાનું હશે. આ ફિલ્મમાં સારા અલી ખાનને પણ લેવામાં આવે તેવી પુરી શકયતા છે. નિર્માતા અને સારા અલી ખાન વાતચીત કરી રહ્યા છે અને સારા આ ફિલ્મ સાથે જોડાય તેવી પુરી શક્યતા છે. જો આમ થશે તો આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન પ્રથમ વખત કરણ જોહરના ધર્મા પ્રોડકશન સાથે કામ કરશે.
કહેવાય છે કે, આયુષ્માન ખુરાનાએ આ ફિલ્મમાં કામ કરવા માટે હા પાડી દીધી છે. અભિનેતા આ વરસે ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે.આ ફિલ્મનું શૂટિંગ જુન મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે.
સૂત્રે જણાવ્યું હતુ ંકે, કરણ અને ગુનિત આ વિષયને લઇને બહુ ઉત્સાહિત છે. કોમેડી અન જાસૂસી તત્વોનું આ સ્ટોરીમાં મિશ્રણ કરવામાં આવ્યું છે. સ્કિપ્ટ બહુ જ સુંદર રીતે લખાઇ હોવાનું તેઓ માની રહ્યા છે. જેમાં અધિક કોમડી સાથે, રોમાંચ અન એકશનને પણ સામેલ કરવામાં આવ્યા છે. આયુષ્માન આ રોલને યોગ્ય ન્યાય આપશે તેવી તેમને આશા છે.