– તે આ ફિલ્મમાં મુખ્ય રોલ કરવાની છે અથવા તો આઇટમ સોન્ગ કરવાની વાત માત્ર અફવા
મુંબઇ : સલાર ટુમાં કિયારા અડવાણીને સાઇન કરવામાં આવી હોવાની વાત હાલ ચર્ચામાં છે. સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કિયારા અડવાણીનો સલારના ફિલ્મસર્જકે સંપર્ક કર્યો નથી. એટલુ જ નહીં ફિલ્મસર્જકે કોઇ એકટ્રસને ફાઇનલ કર્યા નથી. ફિલ્મની વાર્તા પુરી થાય પછી જ ફિલ્મની કાસ્ટિંગ શરૂ કરવામાં આવશે.
સોશયલ મીડિયાના પોર્ટલે જણાવ્યુ ંહતું કે, કિયારા અડવાણીનો સલાર ટુ માટે હજી સુધી ઓફર આપવામાં આવી નથી. આ ફિલ્મ સાથે કિયારાને લઇને ચર્ચા થાય છે તે માત્ર અફવા છે. તેને આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી કે પછી આઇટમ સોન્ગ માટે કોઇ ઓફર કરવામાં આવી નથી. કિયારા હાલ રામ ચરણ સાથે મેગા બજેટ ફિલ્મમાં વ્યસ્ત છે.
કિયારા અડવાણીએ બોલીવૂડમાં સ્થાન જમાવી દીધું છે અને હેવે તેની ડિમાન્ડ સાઉથની ફિલ્મોમાં પણ થવા લાગી છે.