– આ ફિલ્મ પેરાલંપિક ગેમ્સ પર આધારિત હોવાનું કહેવાય છે

મુંબઇ : આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા ૨૦૨૨માં રિલીઝ થઇ હતી જે બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ હતી. ત્યાર પછી અભિનેતાએ ફિલ્મોથી અંતર કરી નાખ્યુ ંહતું. પરંતુ તે હવે જલદી જ રૂપેરીપડદે છવાઇ જવાની તૈયારી કરી રહ્યો છે.

આમિર ખાન જલદી જ સિતારે જમીન પર ફિલ્મથી ફરી બોલીવૂડમાં સક્રિય થવાની તૈયારીમાં છે. તે આવતા મહિનાથી દિલ્હીમાં ફિલ્મનું સૂટિંગ શરૂ કરવા તૈયાર છે. કહેવાય છે કે આ ફિલ્મ પૈરાલંપિક ગેમ્સ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે આમિરની ૨૦૦૭માં રિલીઝ થયેલી તારે જમીન પરની આ ફિલ્મની સીકવલ બનવાની તૈયારી થઇ રહી છે. 

હાલમાં જ એક રિપોર્ટના અનુસાર, સિતારે જમીન પરના શૂટિંગ માટે આમિર ખાન આવતા મહિને દિલ્હી પહોંચશે. આ ફિલ્મના શૂટિંગ માટે તે લગભગ ૧૧ બાળકો સાથે દિલ્હી જવાનો છે. ઉપરાંત તેની સાથે અન્ય સ્ટાર કલાકાર પણ હશે. 

રિપોર્ટસના અનુસાર, મે અને જુન દરમિયાનનીં એક મહિનાનું શેડયુલ હશે અને બાળકો શૂટિંગ માટે અલગ-અલગ પૈરાલંપિ રમતોમાં સામેલ થશે. 

આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીના લાલ કિલ્લા, પુરાની દિલ્હી, લોધી ગાર્ડન અને ત્યાગરાજ સ્ટેડિયમ સમેત અલગ-અલગ સ્થાનો પર કરવામાં આવશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *