– સોશયલ મીડિયા પર પણ બન્નએ એકબીજાને અનફોલો કરી દીધા
મુંબઇ : શ્રુતિ હાસન અને શાન્તનું હજારિકા લાંબા સયમથી ડેટ કરી રહ્યાહતા. તેઓ ઇવેન્ટમાં પણ સાથે જોવા મળતા હતા તેમજ એકબીજાની કંપનીનો આનંદ માણતા હતા. સોશયલ મીડિયા પર પણ તેઓ સાથે જોવા મળતા હતા. પરંતુ હવે જણાય છે કે, તેમના સંબંધોમાં કડવાશ આવી ગઇ છેે, બન્ને વચ્ચે સમુસૂથરું નથી ચાલી રહયું. તેઓ એક મહિના પહેલા જ છુટા પડી ગયા છે.
હવે આ સમાચારમાં વધુ એક ઉમેરો થયો છ ેકે, બન્નેએ સોસયલ મીડિયા પરપણ એકબીજાને અનફોલો કરી દીધા છે. શ્રુતિએ તેમના સાથેના પિકચર્સો પણ પોતાના એકાઉન્ટ પરથી કાઢી નાખ્યા છે. તેમની આ વર્તણૂકથી લોકોને આશંકા છે કે તેમનું બ્રેકઅપ થયાની વાત અફવા નથી.
ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેતી શ્રુતિ હવે સોશયલ મીડિયા પરથી ગાયબ થઇ ગઇ છ. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યું હતુ ંકે, મારી આ એક ક્રેઝી રાઇડ હતી, જેમાંથી મને મારા માટે અને લોકો માટે ઘમુ ંજાણવા મળ્યું છે. જોકે તેણે પોતાના બોયફ્રેન્ડ અન તની સાથના સંબંધ વિશે કાંઇ પણ લખ્યું નથી.