Image: Facebook
Arti Singh Wedding: ‘ચી-ચી મામા મારા લગ્નમાં જરૂર આવશે…’ જે દિવસથી આરતી સિંહના લગ્ન નક્કી થયા છે અને તેણે પોતાના લગ્નના સમાચારને ઓફિશિયલ કર્યા છે. ત્યારથી તે સતત દાવાની સાથે કહેતી આવી છે કે મામા લગ્નમાં તેને આશીર્વાદ આપવા જરૂર આવશે. કહેવાય છે કે અમુક સંબંધો દિલના હોય છે. બાળકોથી ભૂલ ગમે તેટલી પણ થઈ જાય તે માફ કરી દે છે. 8 વર્ષની ફરિયાદ ભૂલીને બોલીવુડના હીરો નં 1 એટલે કે ગોવિંદા પોતાની ભાણીના લગ્નમાં પહોંચ્યો. આ જોઈને કૃષ્ણા અભિષેક ઈમોશનલ થઈ ગયો અને પોતાના મનની વાત કહ્યા વિના પોતાને રોકી શક્યો નહીં.
કૃષ્ણા અભિષેક ગુરુવારે મુંબઈમાં પોતાની બહેન આરતી સિંહના લગ્નના રિસેપ્શનમાં પોતાના મામા અને એક્ટર ગોવિંદાને જોઈને ‘ખૂબ ખુશ’ થઈ ગયો. ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાનો છેલ્લા 8 વર્ષથી કૃષ્ણા અને તેની પત્ની કાશ્મીરા શાહ સાથે વિવાદ ચાલી રહ્યો છે. બંને છેલ્લા 8 વર્ષથી એકબીજા સાથે વાત પણ કરી રહ્યા નથી પરંતુ ગોવિંદાએ ભાણી આરતીના લગ્નમાં પહોંચીને તમામને સરપ્રાઈઝ આપી દીધી.
ઈમોશનલ થઈને કૃષ્ણા અભિષેકે શું કહ્યુ
લગ્નની ગ્રાન્ડ એન્ટ્રી દરમિયાન ગોવિંદા બ્લેક કપડામાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે ફ્લાઈંગ કિસની સાથે પાપરાઝીનું સ્વાગત કર્યું. જોકે તેણે પોઝ આપવાનુ ટાળ્યુ અને સીધો વેન્યૂમાં જતો રહ્યો. પોતાની બહેન આરતીના લગ્નના જશ્નમાં ચીચી મામાની હાજરી પર પ્રતિક્રિયા આપતા કૃષ્ણાએ કહ્યુ, ‘મામા આવ્યા, ખૂબ ખુશી થઈ. તેમને જોઈને હુ ખૂબ ખુશ છુ. તે દિલની વાત છે. અમારુ ઈમોશનલ કનેક્ટ છે’.
2016માં વિવાદ શરૂ થયો
ગોવિંદા અને કૃષ્ણાનો વિવાદ વર્ષ 2016માં શરૂ થયો. જ્યારે ગોવિંદા રણબીર કપૂર સ્ટારર ફિલ્મ જગ્ગા જાસૂસની સાથે પોતાની વાપસી કરી રહ્યો હતો અને રિયાલિટી શો અને ટોક શો માં પ્રમોશન કરી રહ્યો હતો. તેને ‘કોમેડી નાઈટ્સ લાઈવ’ના બદલે પોતાની પત્ની સુનીતા અને પુત્રી ટીના સાથે ‘ધ કપિલ શર્મા શો’ માં જોવામાં આવ્યો. જેને કૃષ્ણાએ હોસ્ટ કર્યો હતો.
કાશ્મીરા શાહની ટ્વીટ બાદ સંબંધો વધુ બગડ્યાં
ગોવિંદા કૃષ્ણાના શો માં આવ્યો નહીં કેમ કે તે કૃષ્ણાના ‘મે ગોવિંદાને પોતાના મામા રાખ્યા છે’ વાળી કોમેન્ટથી નારાજ હતો, જે કૃષ્ણાએ પોતાના શો માં કરી હતી. તે બાદ કૃષ્ણાએ કહ્યુ હતુ કે મે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આમાં કંઈ ખોટું નથી. આ બિલકુલ પણ અપમાનજનક નહોતું. મામલો ત્યારે વધુ ખરાબ થઈ ગયો જ્યારે કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે ટ્વીટ કરી ‘રૂપિયા માટે નાચવા વાળા લોકો’. આ વિવાદાસ્પદ ટ્વીટને જોયા બાદ ગોવિંદાની પત્ની સુનીતાને લાગ્યુ કે કાશ્મીરા તેના અભિનેતા-પતિ પર નિશાન સાધી રહી છે.