– શૂટિંગ પુરુ થયાં પછી પણ રોજની બે ચાર સીગારેટ ફૂંકતી હતી
મુંબઇ : વિદ્યા બાલન હાલ કારકિર્દીની સાથેસાથે અંગત બાબતે પણ ચર્ચામાં છે. અભિનેત્રી કાર્તિક આર્યન સાથે ભૂલ ભુલૈયા ૩માં જોવા મળવાની છે. તેમજ તેણે પોતાના તરફથી એક ખુલાસો કરીન લોકોને આશ્ચર્યમાં નાખી દીધા છે. અભિનેત્રી એ જણાવ્યું હતું કે, ફિલ્મ ધ ડર્ટી પિકચરનાત્ભિનેત્રી સિલ્કી સ્મિથાના પાત્રને ન્યાય આપવા માટે તેણે સીગારેટ પીવી જરૂરી હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન તે રોજની ચાર-પાંચ સીગારેટ ફૂંકતી હતી. પરિણામે તેને સીગારેટની લત લાગી ગઇ હતી. ફિલ્મનું શૂટિંગ પુરુ થયું પછી પણ વિદ્યા બાલન દિવસની ૨-૪ સીગારેટ ફૂંકતી હતી.
વિદ્યા બાલને જણાવ્યુ ંહતું કે, મને સીગારેટની આદત નથી. પરંતુ સત્ય તો એ છે કે, હું સીગારેટ પીવાનું એન્જોય કરું છું. મને તેના ધૂમાડાની ગંધ પણ બહુ પસંદ છે. જો કોઇ મને કહે કે સીગારેટ પીવી એ જોખમ નથી, તો હું ચોક્કસ નિયમિત રીતે સીગારેટ પીઉં. કોલેજના દિવસોમાં બસ સ્ટોપ પર પણ હું સીગારેટ પીનારા લોકો પાસે જઇને ઊભી રહેતી હતી અને તેના ધૂમાડાની ગંધનો આનંદ લેતી હતી. ધ ડર્ટી પિકચરમાં સિલ્કી સ્મિથાના પાત્રને ન્યાય આપવા મે શૂટિંગ દરમિયાન સીગારેટ ફૂંકી હતી.પરિણામે મને સીગારેટ પીવાની લત લાગતી હતી અન શૂટિગ પછી પણ હું રોજની ૪-૫ સીગારેટ પીતી હતી. વિદ્યા બાલનની આ સ્પષ્ટતા હાલ ચર્ચામાં છે.
વિદ્યા બાલનનું હાલમાં રિલીઝ થયેલું પિકચર દો ઓર દો પ્યાર બોક્સઓફિસ પર ખાસ કલેકશન કરી શક્યું નથી.