પાંડેસરામાંથી પકડાયું હતું શંકાસ્પદ પનીર
એક ટેમ્પામાંથી 240 કિલો શંકાસ્પદ પનીર મળ્યું હતું
વલસાડથી મંગાવાયેલ પનીર પ્રસંગોમાં વપરાતું
સુરતમાં પનીરના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમાં પાંડેસરામાંથી શંકાસ્પદ પનીર પકડાયું હતું. તેમાં પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વપરાયું છે. એક ટેમ્પામાંથી 240 કિલો શંકાસ્પદ પનીર મળ્યું હતું. જેમાં વલસાડથી મંગાવાયેલ પનીર પ્રસંગોમાં વપરાતું હતું.
પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ મેળવી બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ
પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ મેળવી બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક ટેમ્પામાંથી 240 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતુ. જેમાં વલસાડથી મંગાવેલું પનીર ડેરી મારફતે પ્રસંગોમાં મોકલાવતું હતુ. તેમજ સુરતના કાપોદ્રા કારગીલ ચોક કૈવટ નગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ધીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો.
1 લિટરના 3 અને 500 મી.લીના 5 મળી કુલ 7 પાઉચ મળ્યા
આ દરમિયાન પોલીસ દ્વારા ડેરીના માલીકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લિકેટ શુધ્ધ ઘીના 1 લીટરના અને 500 મી.લીના 8 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે. તપાસ દરમ્યાન ડેરીમાંથી સુરત-તાપી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુધ્ધ ઘીના 1 લિટરના 3 અને 500 મી.લીના 5 મળી કુલ 7 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો જથ્થો મળી આવ્યો હતો.