ગુરુકુળ શિક્ષા સંસ્થાન કટિહારના માલિકની ધરપકડ કરી
રાજેન્દ્ર કુમાર, રોહિત ઠાકુરની પોલીસે કરી ધરપકડ છે
એક માર્કશીટ દીઠ 1,00,000 થી 1,30,000 જેટલી રકમ વસૂલ કરતા
સુરતના ઉત્રાણમાં બોગસ માર્કશીટ કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બિહારમાં દરોડા પાડી આરોપીને ઝડપ્યા છે. તેમાં ગુરુકુળ શિક્ષા સંસ્થાન કટિહારના માલિકની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજેન્દ્ર કુમાર, રોહિત ઠાકુરની પોલીસે ધરપકડ કરી છે.
બોગસ માર્કશીટ કૌભાંડને લઇ ઉત્રાણ પોલીસે બિહારમાં દરોડા પાડ્યા
રાજેન્દ્રએ અલગ અલગ યુનિ.ની માર્કશીટ મોકલી હતી. તેમજ મહારાષ્ટ્ર બોર્ડ, સંત બાબા ગડગે, મદ્રાસ યુનિ.ની માર્કશીટ બનાવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્રાણ પોલીસને બોગસ માર્કશીટ કૌભાંડમાં મોટી સફળતા મળી છે. જેમાં બોગસ માર્કશીટ કૌભાંડને લઇ ઉત્રાણ પોલીસે બિહારમાં દરોડા પાડ્યા છે. ગુરુકુળ શિક્ષા સંસ્થાન કટિહારના માલિકની ધરપકડ થઇ છે.
6 આરોપી સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી
અગાઉ સુરતમાંથી ઉત્રાણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટના મામલે 6 આરોપી સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મોટા વરાછા અને સરથાણા જકાતનાકા વિસ્તારમાં આ બોગસ માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું. ઉત્રાણ ડી માર્ટ રોડ ઉપર ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરીઝમની ઓફિસમાં બોગસ માર્કશીટનો વેપલો ચાલતો હતો. જે સાથે જ અત્યાર સુધીમાં સેકડો લોકોને બોગસ માર્કશીટ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ કેસમાં ઉત્રાણ પોલીસે નીલકંઠ દેવાણી, વિશાલ તેજાણી, સંજય ગેલાણી તેમજ બોની તાલા, વૈભવ તાલા અને ધ્રુવીન કોઠીયાની સામે ફરિયાદ નોંધી હતી. જે પૈકી નીલકંઠ અને બોની તાલા બંને વિદેશમાં હોવાની માહિતી સાંપડી હતી.
બે આરોપી હાલ યુકે અને કેનેડા હોવાનું જાણવા મળ્યું છે
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપીઓ એક માર્કશીટ દીઠ 1,00,000 થી 1,30,000 જેટલી રકમ વસૂલ કરતા હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ બોગસ માર્કશીટ બનાવવામાં આવતી હતી. ધો.10 અને ધો. 12 બોર્ડની નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી. જે છ આરોપી સામે ગુનો નોંધાયો છે તે પૈકી બે આરોપી હાલ યુકે અને કેનેડા હોવાનું જાણવા મળ્યું છે.