સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં દરોડા
નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા
સ્થાનિક પોલીસના આંખઆડા કાન
અમદાવાદમાં હુક્કાબારમાં PCBએ દરોડા પાડ્યા છે. જેમાં સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે. બિગ ડેડી હુક્કા બારમાં રેડ કરાઇ છે. તેમાં સરખેજમાં પીસીબીએ દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે.
શહેર પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી
અગાઉ પોલીસ કમિશનરની સૂચના મળતા શહેર પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલા રસ્ટી કો કેફે નામના હુક્કાબારમાં દરોડા પાડ્યા હતા. જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ના થતા હુક્કાબારના માલિક હિમાંશુ રાવળ વિરુદ્ધ એનસી ફરિયાદ દાખલ કરી 19 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ કમિશનરના આદેશ બાદ 100થી વધુ હુક્કાબારમાં દરોડા
ઘણા સમય પહેલા એસજી હાઈવે પર આવેલા કેન વી મીટ નામના હુક્કાબારમાં દરોડો પાડી પોલીસે 8800નો મુદ્દામાલ જપ્ત કરી માલિક રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી હતી. અગાઉ શહેરમાં હુક્કાબાર સામે કાર્યવાહી કરવાના પોલીસ કમિશનરના આદેશ બાદ 100થી વધુ હુક્કાબારમાં દરોડા પડ્યા હતા.