કડોદરાના તાતીથૈય વિસ્તારમાંથી મળ્યો મૃતદેહસગીરાની હત્યા થઈ હોવાની આશંકા18 માર્ચે ઘર પાસેથી સગીરા થઈ હતી ગુમ
સુરતમાં 10 વર્ષીય બાળકીના ગુમ થવાના પાંચ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. જેમાં પલસાણાના તાતીથૈયા ગામમાંથી પાંચ દિવસ પહેલા ગુમ થયેલ 10 વર્ષીય બાળકીનો મૃતદેહ અવાવરું જગ્યાએથી મળી આવ્યો હતો. જો કે આ ઘટનાની જાણ થતાની સાથે જ સુરત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ અંગેની માહિતી અનુસાર, સુરત જિલ્લામાં કડોદરા પલસાણા તાલુકામાં વધુ એક ચકચાર મચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં તાતીથૈયા ગામ ખાતે રહેતી 10 વર્ષીય બાળકી સોમવારે પોતાના ફળિયામાં રમી રહી હતી.આ દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનોએ કડોદરા પોલીસને જાણ કરી હતી. જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી.
આ સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસોજીની ટીમ પણ બાળકીને શોધવામાં કામે લાગી હતી. પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ કમ નસીબે પાંચ દિવસ બાદ બાળકીના ઘર આંગણેથી થોડેક દૂર બાળકીની હત્યા કરાયેલ મૃતદેહ મળતા જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
જ્યારે પોલીસે છોકરીના મૃતદેહ મળી આવતાં ગંભીરતાથી તપાસમાં જોતરાઈ હતી. ખાસ કરીને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, એલ.સી.બી પીઆઇ રાજેશ ભટોળ, કડોદરા પીઆઈ ભાવિક શાહ ,એસ.ઓ.જી પીઆઈ ભાવિક ઇશરાની તેમજ જિલ્લા પોલીસની ટીમો કાર્યરત હતી.પરંતુ તેમની મહેનત આજે રંગ લાવી શકી નથી અને બાળકીનો હાલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા પછી જ સત્ય હકીકત બહાર આવશે.