બંને ઠગબાજો મૂળ રાજસ્થાનના મીના બજારમાં રહેતા હતા
વિધિના બહાને રૂપિયા 15 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવ્યા
સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ નંબરોના આધારે સંપર્ક થતો

સોશિયલ મીડિયા પર તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ ઔર સમસ્યાઓ કા સમાધાનની જાહેરાત મૂકી તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા બે ઠગબાજોની સુરત સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યાં સુરત સાબર ક્રાઇમ સેલમાં નોંધાયેલ ગુનાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ નંબરોના આધારે સંપર્ક થતો

બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને જ્યોતિષના ધંધા સાથે સંકળાયેલા છે. જે બંને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ નંબરોના આધારે સંપર્ક કરતા લોકોને ઘરમાં આત્માનો વાસ છે અને સોનુ રહેલું છે તે બહાર કાઢી આપવાના નામે લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઈમ સેલમાં સુરતના ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈ બે જ્યોતિષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘર-પરિવારમાં ચાલી આવતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે બંને જ્યોતિષોને આપવીતી જણાવી હતી.

વિધિના બહાને રૂપિયા 15 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવ્યા

વર્ષ 2020 થી વર્ષ 2023 દરમ્યાન બંને જ્યોતિષો દ્વારા ફરિયાદીને તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ અને સમસ્યાઓનું સમાધાન કરી આપવાના નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા 15 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. જેમાં સોના-ચાંદીના ઘરેણા પણ બંને જ્યોતિષો દ્વારા પડાવી લેવાયા હતા. ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવ્યો હતો. જ્યાં વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલા ફરિયાદીએ આ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણા બંને જ્યોતિષોને આપી દીધા હતા. પરંતુ સમય ગયા છતાં સમસ્યાઓનું સમાધાન નહીં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તમામને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

બંને ઠગબાજો મૂળ રાજસ્થાનના મીના બજારમાં રહેતા હતા

સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ બંને ઠગબાજો મૂળ રાજસ્થાનના મીના બજારમાં આવેલ રતન નગરના રહેવાસી હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે તપાસ કરી રાજસ્થાન ખાતેથી આરોપી મુનેશ વિશ્વનાથ ભાર્ગવ અને મનોજ ઓમ પ્રકાશ ભાર્ગવની ધરપકડ કરી હતી. જે બંને દ્વારા ફરિયાદી પાસેથી પડાવવામાં આવેલ રૂપિયા 15.51 લાખથી વધુની રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવવામાં આવી હતી. આ બંને ઠગબાજો દ્વારા આવા કેટલા લોકો જોડે આ પ્રકારની છેતરપિંડી આચરી છે, તે દિશામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં અન્ય ગુનાઓ ઉકેલાવાની શક્યતાઓ પણ હાલ રહેલી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *