Lok Sabha Election 2024, Banswara Seat: લોકસભા ચૂંટણી 2024માં રાજસ્થાનની બાંસવાડા બેઠકમાં મુકાબલો ખૂબ જ રોચક બની ગયો છે. આદિવાસી બહુમતી વાળી આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ ડામોરનો તેમની જ પાર્ટીના નેતા વિરોધ કરી રહ્યા છે. તેઓ એટલો વિરોધ કરી રહ્યા છે કે તેઓ ડામોરની જગ્યાએ ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના ઉમેદવાર રાજકુમાર રોતને જીતાડવાની અપીલ કરી રહ્યા છે. ભાજપે બાંસવાડાથી મહેન્દ્રજીત સિંહ માલવિયાને ટિકિટ આપી છે. ગહેલોત સરકારમાં મંત્રી રહી ચૂકેલા માલવિયા લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા.  

પોતાના જ ઉમેદવારને હરાવવામાં લાગ્યા કોંગ્રેસ કાર્યકર્તા

એક અહેવાલ પ્રમાણે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન બામનિયાના પુત્ર વિકાસ બામનિયાએ કહ્યું કે, મારો પક્ષ રાજકુમાર રોતનું સમર્થન કરે છે. અમારો ઈરાદો સ્પષ્ટ છે. અમે BAPના ઉમેદવારનું સમર્થન કરીએ છીએ. અમે લોકોની આકાંક્ષા અને પાર્ટી તરફથી મળેલા દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે.

કોંગ્રેસના અનેક નેતા BAPના વિરોધમાં

ડામોરનું કહેવું છે કે, તેમને કોંગ્રેસના અનેક નેતાઓનું સમર્થન મળી રહ્યું છે, જેઓ BAPના ગઠબંધનથી ખુશ નથી. તેમણે કહ્યું કે, પાર્ટીના ઘણા એવા નેતાઓનું તેમને સમર્થન મળી રહ્યું છે જેઓ BAP સાથે ગઠબંધનની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, મને મારી જીત પર પૂરો વિશ્વાસ છે. મને કોંગ્રેસના કેટલાક એવા નેતાઓનું સમર્થન પ્રાપ્ત છે જેઓ ગઠબંધનની વિરુદ્ધ છે.

બાંસવાડાના કેટલાક સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે, અસલી મુકાબલો બીજેપીના મહેન્દ્રજીત માલવીય અને BAPના રાજકુમાર રોત વચ્ચે છે. 

ઉમેદવાર જાહેર કર્યા બાદ BAPને સમર્થન

અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બાંસવાડા લોકસભા બેઠક પર કોંગ્રેસે ભારે મથામણ બાદ રાજકુમાર રોતને સમર્થન આપવાનો નિર્ણય કર્યો. આ જાહેરાત ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કરવામાં આવી હતી. અરવિંદ ડામોર કોંગ્રેસ તરફથી પહેલા જ ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા.

BAPની સ્થાપના 2023ની લોકસભા ચૂંટણી પહેલા થઈ હતી. પાર્ટીએ ત્રણ વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. તેમાં રાજકુમાર રોત પણ સામેલ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *