Image: Freepik

Veer Bahadur Singh Purvanchal University: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પૂર્વાંચલ યુનિવર્સિટી છે. ત્યાંના શિક્ષકોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફાર્મસીની પરીક્ષામાં ચાર વિદ્યાર્થીઓને આન્સર શીટમાં પ્રશ્નોના જવાબના બદલે ‘જય શ્રી રામ’ અને ક્રિકેટ ખેલાડીઓના નામ લખવા પર 56 ટકા માર્ક્સ સાથે પાસ કરી દેવાયા છે. હાલ આવું કારનામું કરનાર બંને આરોપી શિક્ષક પર કાર્યવાહીની તલવાર લટકેલી છે. આ મામલે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુએ માહિતી અધિકાર હેઠળ જાણકારી માંગી હતી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પુન: મૂલ્યાંકનની માગ કરી હતી

પૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુ દ્વારા 3 ઓગસ્ટ 2023એ ડી-ફાર્મા પ્રથમ સેમેસ્ટરના 18 વિદ્યાર્થીઓના રોલ નંબર ઉપલબ્ધ કરાવતાં તેમની આન્સર શીટના પુન: મૂલ્યાંકનની માગ કરી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા 58 આન્સર શીટની નકલ ઉપલબ્ધ કરાવવા કહેવામાં આવ્યું હતું પરંતુ માત્ર 42 આન્સર શીટની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી. 

માહિતી અધિકાર હેઠળ માગવામાં આવેલી જાણકારીના જવાબમાં વિદ્યાર્થીને જે આન્સર શીટની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી. તેમાં બાર કોડ સંખ્યા 4149113 ની કોપીમાં વિદ્યાર્થીએ લખ્યું હતું, ‘જય શ્રી રામ પાસ થઈ જવાય’. આ સિવાય વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા વગેરે ખેલાડીઓના નામ લખ્યાં હતાં. આન્સર શીટમાં પ્રશ્નોના જવાબ લખવાના બદલે જય શ્રી રામ અને ક્રિકેટ ખેલાડીઓના નામ લખવા પર યુનિવર્સિટીના શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને 75માંથી 42 માર્ક્સ એટલે કે 56 ટકા માર્ક્સ આપીને પાસ કરવામાં આવ્યાં હતાં. આવો જ મામલો બાર કોડ 4149154, 4149158, 4149217ની આન્સર શીટમાં મળ્યો. આ વિદ્યાર્થીઓને પણ પાસ કરી દેવાયાં હતાં.

ભૂતપૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુએ શપથપત્રની સાથે રાજભવનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ પત્રમાં આરોપ છે કે રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયાં હતાં. રાજભવન દ્વારા ફરિયાદ પર ધ્યાન આપતાં 21 ડિસેમ્બર 2023એ તપાસ કરીને કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.

તપાસમાં બે શિક્ષક દોષી જણાયાં

રાજભવનના આદેશ પર યુનિવર્સિટીએ ફરિયાદની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી. તપાસમાં જે સામે આવ્યું તે સૌને ચોંકાવનારું હતું. રાજભવનને મોકલેલી આન્સર શીટમાં 80માંથી 50 આન્સર શીટમાં વધુ માર્ક્સ આપવામાં આવ્યાં હતાં. જ્યારે આન્સર શીટમાં પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું તો બાહ્ય પરીક્ષકો દ્વારા શૂન્ય માર્ક્સ આપવામાં આવ્યાં. દરમિયાન પૂર્વ વિદ્યાર્થીની ફરિયાદ સાચી પડી.

કુલપતિએ શું કહ્યું

આ મામલે પૂર્વાંચલ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે ફાર્મસી વિભાગના આરોપી બે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *