India Dismisses US Report On Alleged Human Rights : અમેરિકન વિદેશ વિભાગના રિપોર્ટમાં મણિપુર (Manipur Violence) અને જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં માનવાધિકારો (Human Rights)નું કથિત ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ કરાતા ભારતે વળતો જવાબ આપ્યો છે. ભારત સરકારે કહ્યું કે, અમેરિકાનો રિપોર્ટ તદ્દન ભેદભાદપૂર્ણ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘અમેરિકી વિદેશ વિભાગ (US State Department)નો આ રિપોર્ટ પક્ષપાતી છે. આ રિપોર્ટ દર્શાવે છે કે, તેઓ ભારત પ્રત્યે ખરાબ સમજ ધરાવે છે.’

ભારતે અમેરિકાને પોતાની સમસ્યાઓથી વાકેફ કર્યા

ભારતે અમેરિકામાં ચાલી રહેલી જાતીય હિંસા અને ગોળીબારની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) આજે મીડિયાને કહ્યું કે, ‘ વૈવિધ્યપૂર્ણ સમાજની દ્રષ્ટિએ ભારત ધાર્મિક આઝાદી અને માનવાધિકારોનું સન્માન કરે છે. અમેરિકા સાથે કરેલી વાતચીતમાં અમે તેમને ત્યાંના મુદ્દાઓ અંગે પણ વાકેફ કર્યા છે. આ મુદ્દાઓમાં જાતીય હિંસા, મૂળના આધારે થયા હુમલા, હેટ ક્રાઈમ અને ઘર વાયોલન્સના મુદ્દાઓ સામેલ છે.’

ભારતે અમેરિકાના રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો

જયસ્વાલે કહ્યું કે, ‘અમે અમેરિકા સાથે ચર્ચા કરી, જેમાં તેમના દેશમાં થઈ રહેલા વંશીય હુમલા, નફરતના કારણે વધતા ગુના અને ગોળીબારની ઘટનાઓથી તેમને વાકેફ કરી ચિંતા વ્યક્ત કરી છે. વોટ બેંક અને રાજકારણથી પ્રેરિત વાતો અને વિચારોના આધારે કોઈપણ નિષ્કર્ષ ન કાઢવો જોઈએ. અમે તેમના રિપોર્ટને કડક રીતે નકારી કાઢીએ છીએ. ભારત ધાર્મિક સ્વતંત્રતા અને માનવાધિકારોનું સન્માન કરે છે.’

અમેરિકન યુનિવર્સિટીઓમાં થઈ રહેલા પ્રદર્શન પર અમારી નજર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકાની કોલંબિયા અને અન્ય યુનિવર્સિટીઓમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘અમે આ બાબતનો રિપોર્ટ જોયો છે. અમે આ ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે. તમામ લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમજ વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ. જાહેર સુરક્ષા અને વ્યવસ્થા મામલે તમામ દેશોમાં વિશેષરૂપે મિત્ર દેશ મામલે આ સમજ પ્રદર્શિત કરવી જોઈએ. તમામ દેશોનું મૂલ્યાંકન તે આધારે થાય છે કે, આપણે વિદેશમાં નહીં પણ ઘરમાં શું કરીએ છીએ…’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *