– અંકલેશ્વર ને.હાઇવે ઉપર હોટલની સામેનો યુ-ટર્ન અકસ્માત ઝોન બન્યો 

– અન્ય એક વ્યક્તિને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાઇ

અંકલેશ્વર  : અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામેના યુ-ટર્ન નજીક ત્રિપલ માર્ગ અકસ્માતમાં તાલુકા પોલીસ મથકના બે જી.આર.ડી.જવાન પૈકી એક વ્યક્તિનું મોત નીપજયુ હતુ.

મૂળ દેડીયાપાડા અને હાલ અંકલેશ્વરના સારંગપુરની મારુતિધામ સોસાયટીમાં રહેતા મણિલાલ બચુ વસાવાના પુત્ર મહેશ વસાવા છેલ્લા બે વર્ષથી તાલુકા પોલીસ મથકે જી.આર.ડી.જવાન તરીકે ફરજ બજાવે છે.ગતરોજ હનુમાન જયંતિ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના પુનગામ સ્થિત લાખા હનુમાન મંદિરે બંદોબસ્તમાં સહકર્મી રાજકુમાર અશોક ઝા સાથે  બાઇક લઈ ગયા હતા.જેઓ રાતે પરત બાઇક ઉપર ઘરે જવા નીકળ્યા હતા.

તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામેના યુ-ટર્ન નજીક ટર્ન લેવા ઊભા હતા. તે સમયે ત્યાં અન્ય હાઈવા ટ્રક ચાલક પણ પોતાની ટ્રક લઈ ઉભેલ હતો.તે સમયે નબંર પ્લેટ વિનાની ટાટા કંપનીની ટ્રકનો ચાલક ભરૂચ તરફથી પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો અને યુ-ટર્ન પાસે ઉભેલ ટ્રકના ડ્રાઈવર સાઈડ ટક્કર માર્યા બાદ ચાલકે સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા બાઇક સવારોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં જી.આર.ડી. જવાન મહેશ વસાવાને સારવાર મળે તે પહેલા જ તેનુ કરૂણ મોત નીપજયુ હતુ. જ્યારે અન્ય જી.આર.ડી. જવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *