Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની કુલ 88 બેઠક માટે 26મી એપ્રિલે મતદાન થવાનું છે. જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. આ દરમિયાન રાજ્યમાં 10 આઈપીએસ અને બે એસપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.અમદાવાદમાં શરદ સિંઘલને ક્રાઈમ બ્રાન્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર બનાવ્યા છે. નિરજ બડગુજરની અમદાવાદ શહેરમાં એસીપી ક્રાઈમ તરીકે બદલી કરવામાં આવી છે.

અગાઉ 20 IPS સહિત 35 અધિકારીઓના બદલી- પ્રમોશનના ઓર્ડર જાહેર કર્યા હતા

ઉલ્લેખનીય છે કે,અગાઉ રાજ્યમાં 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કર્યા હતા. આ ઓર્ડર મુજબ હસમુખ પટેલ સહિત 20 આઈપીએસ પ્રમોશન આપવામાં આવ્યા હતા. તો  જી.એસ. મલેકને ડીજી તરીકે પ્રમોટ કરાયા હતા. અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ઓમપ્રકાશ જાટની નિમણૂક કરવામાં આવી હતા, જ્યારે એડીજીપી એવા ચાર આઈપીએસની ડીજી તરીકે બઢતી આપવામાં આવી હતી.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *