– એપ્રિલ એ પાર્કિન્સન રોગની જાગૃતિ ફેલાવવાનો મહિનો

– માત્ર હાથની ધૂ્રજારી જ તેનું લક્ષણ નથી કબજિયાત, મૂડમાં ફેરફાર પણ આ રોગના લક્ષણો હોઇ શકે છે

ભાવનગર : સામાન્ય રીતે ૧૧ એપ્રિલને વિશ્વ પાર્કિન્સન દિવસ તરીકે ઉજવાય છે. તો સાથો સાથ આખા એપ્રિલ મહિનાને જાગૃતિ માટે ઉજવાય છે. વિશ્વમાં ૧ કરોડ, ભારતમાં ૧૦ લાખ અને ભાવનગરમાં ૪૦૦થી વધુ દર્દી આ રોગમાં સપડાયા છે. ગુજરાતભરમાં માત્ર ભાવનગરને ૨૦૧૩ પ્રથમ કેન્દ્ર પીએનઆરમાં અપાયું છે અને ૫૦૦ જેટલા સેશન થયા છે.

પાર્કિન્સન રોગ એટલે ખાલી હાથની ધુ્રજારી જ નથી પાર્કિન્સન રોગ ધુ્રજારીથી ઘણું વધારે છે. એક સંશોધન મુજબ વિશ્વમાં અત્યારે ૧ કરોડથી પણ વધુ લોકો, જ્યારે ભારત દેશમાં ૧૦ લાખથી વધુ લોકો આ રોગથી પીડાય છે. ૧૧ એપ્રિલને વિશ્વ પાર્કિન્સન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આખા એપ્રિલ મહિના દરમિયાન વિશ્વમાં આ રોગ માટે કામ કરતી સંસ્થાઓ રોગ વિષે જાગૃતિ ફેલાવવા જુદા જુદા કાર્યક્રમો યોજતી હોય છે. એપ્રિલ મહિનો આપણને પાર્કિન્સન રોગ વિષેની જાગૃતિ ફેલાવવા માટેની તક આપે છે. પાર્કિન્સન રોગ ડિજનરેટિવ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આપણા શરીરને ઉપયોગી એવું એક મગજનું રસાયણ- ડોપામાઇન ને રિલીઝ કરતા મગજના કોષો અમુક કારણસર નાશ પામવાના કારણે શરીરના જુદા જુદા અવયવોને અસર કરે છે. આ રોગના લક્ષણોને મુખ્યત્વે બે ભાગમાં જુદા પડી શકાય છે. (હલનચલનને લગતા) લક્ષણો કે જેમાં ધુ્રજારી, સ્નાયુમાં જકડન, હલન ચલન ધીમી થવી, સમતોલનમાં તકલીફ થવી નો સમાવેશ થાય છે. બીજા પ્રકારના લક્ષણો જેમાં કબજિયાત, વિચાર શક્તિ અને મૂડમાં ફેરફાર થવો, સેક્સુઅલ પ્રોબ્લેમ્સ, દુખાવો, ઉંઘમાં તકલીફ થવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ રોગ મોટાભાગે ૫૦ વર્ષથી ઉપરકના લોકોમાં જોવા મળે છે. પરંતુ યુવાનોમાં પણ આ રોગ થઇ શકે છે. જેને યંગ ઓનસેટ પાર્કિન્સન રોગ કહેવાય છે. પાર્કિન્સનના દર્દીઓ અને તેમના પરિવારજન માટે નિઃશુલ્ક સેવા (બળવંત કે પારેખ પાર્કિન્શનસ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી) આપે છે. જેમાં નિષ્ણાંતો દ્વારા ફિઝિઓથેરાપી, સ્પીચ થેરાપી, કોગ્નિટ્ટીવ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સાયકોલોજિકલ કાઉન્સેલિંગ, આહારને પોષણ તેમજ આર્ટ ક્રાફ્ટ અને ડાન્સના સેશનો દર્દીને ગુ્રપ થેરાપી અપાય છે. પીએનઆર સોસાયટી સાથે મળીને જુલાઇ ૨૦૧૩માં ગુજરાતનું સર્વ પ્રથમ કેન્દ્ર ભાવનગરમાં શરૂ કર્યું. ભાવનગરમાં પાર્કિન્સનના દર્દીઓ આ સેવાનો છેલ્લા ૧૦ વર્ષથી લાભ લઇ રહ્યા છે. આ સેશન દર રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે અંધ ઉદ્યોગ શાળા, પીએનઆર સોસાયટી પર લેવામાં આવે છે. આજ સુધી ભાવનગરના ૪૦૦થી વધુ દર્દીઓ અને સગાવહાલાઓ આ સેવાનો લાભ લીધો છે. અત્યાર સુધીમાં ૫૦૦ થી પણ વધુ સેશન થયા છે. ભાવનગરમાં દર ગુરૂવારે સાંજે ૫ વાગે અને મહુવામાં બીજા ને ચોથા શનિવારે સાંજે ૪ કલાકે ત્રિવેણીમા ગાંધી ટ્રસ્ટ પર આપવામાં આવે છે. પાર્કિન્સન રોગ વિશે જાગૃતિ વધારવી એ માત્ર તેના પડકારોને ઓળખવા માટે નથી, તે તેનાથી પ્રભાવિત લોકોની હિંમત અને સિદ્ધિઓની ઉજવણી વિશે પણ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *