– ભાવનગર પાસીંગની કાર ખાળિયામાં ઉતરી ઝાડ સાથે અથડાઈ
– બે વ્યક્તિને ગંભીર ઈજા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા
બનાવની મળતી પ્રાથમિક વિગત અનુસાર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધંધુકાથી લીંબડી તરફ જવાના રસ્તા પર વાસણા ગામ નજીક ભાવનગર પાસીંગની કાર નં.જીજે.૦૪.સીજે.૯૯૮૬ અને બાઈક નં.જીજે.૧૩.જેજે.૩૪૮૮ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જતા બાઈકચાલક પ્રતાપસિંહ શિવુભા જાદવ (ઉ.વ.૪૯, રહે, બલાળા, તા.ચુડા, જિ.સુરેન્દ્રનગર) નામના આધેડને ગંભીર ઈજા થતાં અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રતાપસિંહ જાદવનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની ઘટના બાદ કાર રોડથી નીચે ખાળિયામાં ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. વધુમાં બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર અને અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ હતી. જે ઈજાગ્રસ્તો અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે તેમ સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું.