– સ્ટેટ જીએસટીએ નાણાંકીય વર્ષ 2022-23 કરતા 2023-24 માં રૂ. 210.99 કરોડ વધારે આવક કરી
– સ્ટેટ જીએસટી વિભાગને શરૂ નાણાંકીય વર્ષનાં ફેબુ્રઆરી-2024 માં સૌથી વધારે રૂ. 137.03 કરોડની આવક તથા ઓગસ્ટ-2023 માં સૌથી ઓછી 157.83 કરોડની આવક થઈ
નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગને જુદાં-જુદાં ટેક્સ સ્વરૂપે રૂ.૨૩૨૭ કરોડની આવક થઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ શરૂ નાણાંકીય વર્ષમાં રૂ.૨૧૦.૯૯ કરોડ વધારે આવક થઈ છે. વર્ષ ૨૦૨૨-૨૩ના હિસાબી વર્ષમાં રૂ.૨૧૧૬.૧૭ કરોડની આવક થઈ હતી. આ બંને નાણાંકીય વર્ષ દરમિયાન ભાવનગરમાં બોગસ બિલિંગના કૌભાંડ ઉજાગર થયાં હતા અને તેના કારણે આ સમયગાળા દરમિયાન સ્ટેટ જીએસટી વિભાગ દરેક બાબતમાં સખ્ત હતું. સ્ટેટ જીએસટી વિભાગે ટેક્સ અને દંડ સ્વરૂપે આ આવક કરી છે. ગત નાણાંકીય વર્ષની સરખામણીએ ભાવનગરમાં આ વર્ષે ૯.૯૭ ટકા વધારે જીએસટી કલેક્શન થયું છે. ૨૦૨૨-૨૩ દરમિયાન જાન્યુઆરી-૨૦૨૩માં સૌથી વધારે રૂ.૨૧૫.૦૧ કરોડનું ટેક્સ કલેક્શન અને સૌથી ઓછું ઓગસ્ટ-૨૦૨૨માં રૂ.૧૩૪.૪૦ કરોડ જીએસટી કલેક્શન થયું હતું. તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ફેબુ્રઆરી-૨૦૨૪માં સૌથી વધારે રૂ.૨૩૭.૦૩ કરોડની આવક તથા ઓગસ્ટ-૨૦૨૩માં સૌથી ઓછી ૧૫૭.૮૩ કરોડની આવક થઈ છે. જીએસટી વિભાગે પત્રક કરદારોને અંકુશમાં લાવવાના પ્રયત્ન કર્યો છે. કરદાતા સમયસર ટેક્સ ચુકવે તેવો વિભાગનો આગ્રહ રહ્યો છે અને આગામી નાણાંકીય વર્ષમાં પણ આ જ પ્રકારની કામગીરી રહેશે. જીએસટી ઉપરાંત વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) કલેક્શન પણ નોંધપાત્ર થયું છે. ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ અને પરમિટવાળા દારૂના વેચાણ પર વેટ વસૂલવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વેટ કલેક્શન રૂ.૪૮.૫૨ કરોડ રહ્યું છે. ભાવનગરમાં છેલ્લા ૩ નાણાંકીય વર્ષ દરમિયાન જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે. ભાવનગરમાં જીએસટી કલેક્શન મામલે સેન્ટ્રલ જીએસટી કરતા સ્ટેટ જીએસટી આગળ રહ્યું છે.
(બોક્સ)
સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ.1922 કરોડ થયું
ભાવનગર સેન્ટ્રલ જીએસટીએ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ ૨૦૨૩-૨૪માં રૂ. ૬ કરોડ વધારે જીએસટી કલેક્શન કર્યું છે. સેન્ટ્રલ જીએસટીએ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧૯૧૬ કરોડ અને નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧૯૨૨ કરોડ જીએસટી કલેક્શન કર્યું છે.
નાણાંકીય વર્ષ 2023-24 નું જીએસટી કલેક્શન
માસ
કલેક્શન
(રૂ. કરોડમાં)
એપ્રીલ
૨૦૯.૭૬
મે
૧૯૩.૮૬
જુન
૧૯૪.૩૮
જુલાઈ
૧૬૯.૨૫
ઓગસ્ટ
૧૫૭.૮૩
સપ્ટેમ્બર
૧૯૧.૫૭
ઓક્ટોબર
૧૭૨.૨૫
નવેમ્બર
૨૦૫.૮૧
ડિસેમ્બર
૧૬૩.૬૭
જાન્યુઆરી
૨૩૭.૦૩
ફેબુ્રઆરી
૨૧૬.૯૯
માર્ચ
૨૧૪.૭૮
કુલ
૨૩૨૭.૧૬