– લીમખેડા તાલુકાના જૂના વડીયા ગામ નજીક 

– બન્ને પુત્રો સાથે ગયેલા અન્ય મિત્રો પાણીમાંથી હેમખેમ નીકળી બૂમરાણ મચાવી

લીમખેડા  : લીમખેડા  તાલુકા માં આવેલા જૂના વડીયા ગામના સીમાડે થી પસાર થતી ડોશી નદી માં આજે સવારે ન્હાવા પડેલા સિંગાપુર ગામના ઘાટા હનુમાન મંદિરના પુજારીના બે આશાસ્પદ પુત્રોનં નદીના ઉંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા ગામમાં માતમ છવાયો હતો.

 સિંગાપુર  ગામે આવેલા ઘાટા હનુમાન મંદિરના પુજારી સુનિલ ભાઈ જોષીના  બંને પુત્ર નામે સત્યાનંદ જોષી તથા પરમાનંદ જોષી તેના અન્ય મિત્રો સાથે જુના વડીયા ગામના સીમાડે આવેલી ડોશી નદીમાં નાહવા માટે ગયા હતા. નદી માં પાણીમાં નાહવા માટે કૂદ્યા હતા.જે પૈકીના બે સગા ભાઈઓ નામે સત્યાનંદ જોશી અને પરમાનંદ જોશી  નદીમાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા આ જોઈને ગભરાઈ ગયેલા અન્ય  મિત્રો  પાણીમાંથી હેમખેમ બહાર નીકળી ગયા હતા નદી કિનારે બહાર નીકળેલા બાળકોએ બૂમાબૂમ કરતા ગામના અન્ય રહીશો ત્યાં દોડી આવ્યા હતા. ગામના જ તરવૈયાઓએ નદીમાં ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી ભારે જહેમત બાદ બંને સગા ભાઈઓને  મૃત હાલતમાં નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *