US Election News 2024 | જો અમેરિકા વિશ્વ મંચ ઉપરથી ખસી જશે તો દુનિયાને દોરવણી કોણ આપશે? પોતાના ચૂંટણી પ્રચાર માટે અને ભંડોળો ઊભા કરવા માટે દેશભરમાં જગાવેલી ઝૂંબેશના ભાગ રૂપે ફલોરિડાના રામ્પામાં પોતાના સમર્થકોને કરેલા સંબોધનમાં પ્રમુખ બાયડેને કહ્યું કે, જરા આ રીતે વિચારો કે ‘ટ્રમ્પ કહે છે કે, આપણે દુનિયાની ચિંતા છોડી દેવી જોઈએ. તો મારૂં કહેવું છે કે જો અમેરિકા વિશ્વ મંચ ઉપરથી ખસી જશે તો દુનિયાને નેતૃત્વ કોણ આપશે ?’
નવેમ્બર ૨૦૨૪માં યોજાનારી અમેરિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં જો બાયડેનની સામે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા રહ્યા છે તે સર્વવિદિત છે.
ફલોરિડાના રામ્પામાં આપેલા આ પ્રવચનમાં બાયડેને કહ્યું હતું કે, હું જયાં જયાં ગયો- જી-૭ કે જી-૨૦ તે તમામ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં લોકશાહીને ચાહનારા તમામે મને કહ્યું હતું કે, તમારે જીતવું જ જોઈએ. મારા માટે નહીં પરંતુ લોકશાહી માટે. કારણ કે દુનિયાભરની સાચી લોકશાહી એ માટે અમેરિકા આધારરૂપ છે. આથી દુનિયા સમસ્ત જોઈ રહી છે કે, આપણે આપણને જ કઈ રીતે સંભાળીએ છીએ, આપણે પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરીએ છીએ ?’ તેઓએ વધુમાં કહ્યું : જયારે સિવિલ રાઇટસ મુવમેન્ટ ચાલતી હતી ત્યારે તો હું ચૂંટણી રાજકારણ સમજી ન શકું તેટલો બાળક હતો.
આ સાથે તેઓએ સમર્થકોને કહ્યું કે હજી સુધીમાં અમે અર્ધો અબજ ડોલર ઉભા કર્યા છે પરંતુ મને જે સૌથી વધુ ઉત્સાહિત કરે છે તેમાં ૧૬ લાખ દાતાઓએ દાન આપ્યું છે જે સંખ્યા ૫૦ હજારથી – ગત સમયના દાતાઓ કરતા વધુ છે. આ દર્શાવે છે કે લોકો હવે સાંભળવા તૈયાર થયા છે.
આ પછી પ્રમુખે એક બાળક અને બાળકીનાં કાનમાં કશું કહ્યું. શું કહ્યું તે જાણવું છે ? કહ્યું : માતા-પિતા પાસે આઇસ્ક્રીમ માગજો.
ઉલ્લેખનીય છે કે આ અનુદાનોમાં ૯૭ ટકા દાતાઓએ માત્ર ૨૦૦ ડોલર જ આપ્યા હતા. તે ઉપરથી વિચારી શકશો કે કેટલા દાતાઓએ અનુદાનો આપ્યા હશે.
બાયડેને કહ્યું છેલ્લા ૨૩ નેશનલ પોલ્સમાં હું ૧૦મા આગળ છું. ટ્રમ્પ ૮માં આગળ છે. બાકીના પોલમાં અમારી વચ્ચે ટાઈ છે તે દર્શાવે છે કે ઝૂકાવ અમારી તરફ છે. ઉદાહરણ તરીકે છેલ્લા માકવેર-પોલમાં અમે (હું બાયડેન) ૮ પોઇન્ટથી આગળ રહ્યા છીએ. જયારે એચેવોન-પોલ પ્રમાણે ૭ પોઇન્ટ આગળ રહ્યા છીએ. જયારે રાષ્ટ્રીય કક્ષાએ અમે ૩ પોઇન્ટ આગળ છીએ તેમ મેરિસ્ટ પોલ દર્શાવે છે.