Vadodara News : વડોદરા શહેરમાં રોજબરોજ પાણીની લાઈન લીકેજ થવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે આજે વધુ એક પાઇપલાઇનમાં લીકેજ થતા હજારો લિટર પાણી વેડફાઈ ગયું છે.
ગોત્રી દિવાળીપુરા ટાઈમ સર્કલ પાસે જાહેર રોડ ઉપર એની આજુબાજુ વોર્ડ નંબર 11ની ઓફિસ આવેલી છે. અહીં પાણી લીકેજના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. ગઈકાલે સાંજે અહીંયા જાણે વરસાદ પડ્યો હોય તે રીતે પાણી ભરાઈ ગયું હતું. અહીંના રોડ ઉપરથી ઘણા અધિકારીઓ ને નેતાઓ પસાર થતા હતા કે પસાર થાય છે. તો શું તેમને આ દેખાતું નથી ? સ્માર્ટ સીટીની વાતો માત્ર કાગળ ઉપર જ છે ? લોકો પાણી માટે વલખા મારે છે, મહાનગર સેવા સદનમાં પાણી માટે રજૂઆત કરવા આવે છે, પ્રેશર ઓછું આવે છે, પાણી આવતું નથી આવી અનેક ફરિયાદો છે. આ વચ્ચે પાણીનો બગાડ કેવી રીતે ચાલે? સ્થાનિકો અને અહીંથી પસાર થતાં વાહન ચાલકો કહે છે કે, વડોદરા શહેર રામ ભરોસે છે!