Image: Facebook

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે જારી કરવામાં આવેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આકરા પ્રહાર કરી રહ્યાં છે. તેઓ પોતાની દરેક ચૂંટણી સભામાં કોંગ્રેસના મેનિફેસ્ટો પર નિશાન સાધી રહ્યાં છે, જે બાદ હવે મોર્ચો સંભાળતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી ગભરાઈ ગયા છે. એટલુ જ નહીં રાહુલ ગાંધીએ ફ્રાન્સનો એક કિસ્સો પણ સંભળાવ્યો છે. 

રાહુલ ગાંધીએ કહ્યું, ‘ફ્રાન્સને ફેશનની રાજધાની માનવામાં આવે છે. 10-15 વર્ષ પહેલા એક દિવસ મે છાપામાં એક સમાચાર જોયા. ભારતની એક ફેશન ડિઝાઈનર ફ્રાન્સમાં પોતાનો ફેશન શો કરી રહી હતી. મે છાપામાં જોયું કે ફ્રાન્સના ફેશન ડિઝાઈનર ભારતીય ડિઝાઈનરોની મજાક ઉડાવી રહ્યાં હતાં’.

રાહુલ ગાંધીએ ભારતીય મહિલાની કહાની સંભળાવી

કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘મે ફ્રાન્સ-ઈટાલીના એક ફેશન ડિઝાઈનરને ફોન કર્યો અને કહ્યું કે તમે ભારતીય ડિઝાઈનર્સની મજાક કેમ ઉડાવી રહ્યાં છો, તમે ડરી ગયા છો. તેથી તે બાબતની મજાક ઉડાવી રહ્યા છો, જે તમને પસંદ નથી. ભારતની મહિલાઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે’.

દરજીને મળ્યો ફેશન ડિઝાઈનરનો ટેગ

રાહુલ ગાંધીએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, વિદેશી ડિઝાઈનરે મને કહ્યું કે હું તમને જણાવીશ, પરંતુ તમને એ પસંદ આવશે નહીં. મને ફેશન ડિઝાઈનર કહેવામાં આવે છે પરંતુ અમે દરજી છીએ પરંતુ અમને ફેશન ડિઝાઈનરનો ટેગ મળેલો છે’.

PM મોદી સહિત સમગ્ર ભાજપે ઘેર્યું

26 એપ્રિલે બીજા તબક્કા માટે મતદાન થવાનું છે. તેના પહેલા પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો ઉલ્લેખ કરતા મંગળસૂત્ર અને મુસ્લિમ અનામતને લઈને કોંગ્રેસ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. લગભગ 17 દિવસ પહેલા આવેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો પત્ર અને તેલંગાણામાં રાહુલ ગાંધીના નિવેદનના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *