– શાહીવાદી અમેરિકા અને તેના સાથીઓને પાઠ ભણાવી દઈશ : ઊન

– મલ્ટીપલ શોર્ટ રેન્જ બેલાસ્ટિક મિસાઇલ્સ પોતાનો જ થ્રસ્ટ રચે છે, પોતાની મેળે જ પ્રહાર-પથ નિશ્ચિત કરી અચૂક નિશાન પાડે છે

સીઉલ : ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઊને શત્રુઓ ઉપર વળતો નિશ્ચિત પ્રહાર કરી શકે તેવા મલ્ટીપલ રોકેટ લોન્ચર્સની કાર્યવાહીનું સફળ પરિક્ષણ નજરોનજર નિહાળ્યું હતું.

આ માહિતી આપતા ઉત્તર કોરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, આથી શત્રુઓના નિશાનો ઉપર અચૂક (પરમાણુ હુમલો કરી શકાશે) જ્યારે રાજ્ય હસ્તકના મીડીયાએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, આર્ટિલરી દ્વારા પણ ટુંકા અંતરના આ બેલાસ્ટિક મિસાઇલ્સ નાના એટમ-બોંબ પણ તેના ટોચકામાં રાખવામાં આવ્યા છે. બેલાસ્ટિક મિસાઇલ્સ આર્ટિલરી દ્વારા પણ છોડી શકાય. તેવી આ સર્વ પ્રથમ સિદ્ધી છે. પરંતુ તેથી દક્ષિણ કોરિયા અને જાપાન ચિંતામાં પડી ગયા છે. તે સાથે તેમનો સાથી દેશ અમેરિકા પણ સચિંત છે.

વાસ્તવમાં ઉ.કોરિયાએ આ મિસાઇલ્સનો પ્રયોગ તેના પૂર્વ સમુદ્રમાં જ કર્યો હતો. અને મિસાઇલ્સના ખોખા જાપાન પાસે જ પડયા હતાં.

તાજેતરમાં અમેરિકાએ જાપાન અને દક્ષિણ કોરિયા સાથે પૂર્વ સમુદ્રમાં યોજેલી સંયુક્ત લશ્કરી કવાયતથી કીમ-જોંગ-ઊન ખરેખર ગિન્નાયા છે. તેમણે તો જાહેરમાં કહી દીધું છે કે, હું શાહીવાદી અમેરિકા અને તેના સાથીઓને બરાબરનો પાઠ ભણાવી દઈશ.’ તેમણે આ મિસાઇલ્સનો પ્રયોગ પાટનગર પ્યોગ્યાંગ પાસે આવેલા મિસાઇલ કેન્દ્ર ઉપરથી જ કર્યો હતો.

કીમ પાસે એટમ બોમ્બ છે. તે આ શોર્ટ રેન્જ બેલાસ્ટિક મિસાઇલ્સમાં મુકી પૂર્વ પેસિફિકમાં આવેલ અમેરિકાનાં ગ્વામ ટાપુ પરના લશ્કરી મથક પર વહેતાં મુકી શકે તેમ છે.

ઉ.કોરિયા પાસે ૧૨,૫૦૦ માઇલ સુધી પ્રહાર કરી શકે તેવા ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સ (આઈસીબીએમ) છે. જે દ્વારા તે અમેરિકાના ન્યૂયોર્ક, બાલ્ટીમોર, વોશિંગ્ટન અને ફલોરિડાના માયામી સુધી એટમ બોંબનો પ્રહાર કરી જ શકે તેમ છે. કીમ ધૂની છે. તે ક્યારે શું કરશે ? તે કહી શકાય તેમ નથી. દુનિયા ચિંતાગ્રસ્ત છે. કીમ જોંગ ઊન અમેરિકા અને તેના સાથીઓને યુદ્ધખોર (વૉર-મોંગર્સ) કહે છે.

આ મિસાઇલ્સ છોડાયા ત્યારે કીમ-જોંગ-ઊન વિશિષ્ટ બંકરમાં હતા અને ત્યાંથી તે લોન્ચ જોયો હતો. આ પરીક્ષણને યોગ્ય ઠરાવતાં તેમણે કહ્યું હતું કે, ‘જો પરમાણુ યુદ્ધ જ જામી પડે તો આ મિસાઇલ્સ દ્વારા આપણે શત્રુઓનો બરોબરનો સામનો કરી શકીશું.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *