વોશિંગ્ટન,૨૪ એપ્રિલ,૨૦૨૪,મંગળવાર 

૧૯૭૭માં અવકાશમાં મોકલવામાં આવેસા નાસાના વોયજર-૧ યાને ૫ મહિના પછી મેસેજ મોકલતા વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. ૪૭ વર્ષ પહેલા છોડવામાં આવેલું વોયજર-૧ યાન પૃથ્વીથી ૨૪ અબજ કિમી દૂર સૌરમંડળની બહાર ભ્રમણ કરી રહયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી નાસાનું વોયજર -૧ સ્પેસક્રાફટ સંપર્ક છોડી દેતું હતું. મિશન કંટ્રોલ રુમને અજીબ પ્રકારના ડેટા મોકલતું હતું જે જુનું થઇ ગયું હોવાના સંકેતો છે.

એક્ષપાયરી ડેટ નજીક આવી હોય એમ છેલ્લા ૫ મહિનાથી કોઇ પણ પ્રકારનો સિગ્નલ પણ મળતો ન હતો. ખાસ કરીને નવેમ્બર મહિના પછી વોયજર-૧ ફલાઇટ ડેટા સિસ્ટમ લૂપમાં અટવાયેલું હતું. અબજો કિમી દૂરથી જે ડેટા મોકલતું હતું તે ખાસ કોઇ કામના ન હતા. નાસાના અહેવાલમાં જણાવ્યા અનુસાર વોયજર-૧ છેલ્લે ૧૪ નવેમ્બરના રોજ મેસેજ મોકલ્યો હતો. અચાનક જ સિગ્નલ મળવાથી વોયજર-૧ ને જીવંતદાન મળ્યું છે.

સિગ્નલ મળવાથી વોયજર-૧ની આવરદા હજુ પણ બાકી હોવાનું સાબીત થયું છે. વોયજર -૧માંજેને ફલાઇટ સબ સિસ્ટમ (એફડીએસ) કહેવામાં આવે છે.એફડીએસ વિજ્ઞાાન અને એન્જીનિયરિંગ ડેટાને પૃથ્વી પર પ્રસારિત કરતા પહેલા તૈયાર કરે છે. દક્ષિણી કેલિફોર્નિયામાં આવેલી નાસાની જેટ પ્રપલ્શન પ્રયોગશાળાની એન્જિનિયરિંગની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે એફડીએસ મેમોરીનો એક ભાગ સ્ટોરેજ માટે જવાબદાર છે જેની ચિપ કામ કરતી ન હતી. આ ચિપમાં એફડીએસ કોમ્પ્યૂટર સોફટવેર કોડ પણ હતો.

આ ચિપનું રિપેરિંગ કરવાના નિષ્ફળ પ્રયાસ પછી મિશન કંટ્રોલ ટીમે કોડને એફડીએસ મેમોરીમાં બીજા કોઇ ઠેકાણે રાખવાનો નિર્ણય લીધો હતો પરંતુ  કોડને રાખી શકાય તેવી કોઇ પણ એવી જગ્યા મળતી ન હતી. ત્યાર પછી મિશન કંટ્રોલ કોડના ઘણા ભાગોમાં વહેંચીને અલગ અલગ સ્થાને રાખવાની યોજના ત્યાર કરી હતી. ૧૮ એપ્રિલના રોજ વોયજર-૧ ને એક રેડિયો સિગ્નલ મોકલવામાં આવ્યો હતો. કોડમાં કેટલાક સંશોધનો પછી કંટ્રોલ ટીમને ૨૦ એપ્રિલના રોજ સ્પેસ ક્રાફટ પાસેથી સંદેશો મળ્યો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *