Sudan News | સતત ચાલતા યુદ્ધ અને વહીવટી તંત્રના લગભગ અભાવે સુદાનને નિષ્ફળ રાષ્ટ્ર બનાવ્યું છે. પરિસ્થિતિ હૃદય દ્રાવક બની છે. દુનિયામાં પોતાના જ દેશમાં અગણિત લોકો નિર્વાસિત બની ગયા છે. ન તો ગાઝામાં કે ન તો યુક્રેનમાં આ પરિસ્થિતિ છે. સુદાનમાં લાખ્ખો લોકો ભૂખમરો વેઠી રહ્યા છે. પીવાનાં પાણીની પણ અસહ્ય તંગી છે. વિધિની વક્રતા તે છે કે ઇજીપ્તના ફેરોઝ કે ટોલેલી ફિલાડેલ્ફીયા કે સમાટ્ર કિલઓવેટ્રાના સમયથી ગોલ્ડન હાર્વેસ (ઘઉં) દ્વારા વિખ્યાત બની રહેલા સુદાનમાં લાખ્ખો લોકો ભૂખમરા અને પાણીની તંગીથી ટળવળી રહ્યાં છે. યુનો તેમજ અન્ય દેશો દ્વારા પણ મોકલાતી અન્ન સહાય ભૂખે ટળવળતા લાખ્ખો લોકો માટે પૂરી પડી શકે તેમ નથી. યુનો હવે વધુ ને વધુ સહાય મોકલી રહ્યું છે. આફ્રિકાના ત્રીજા સૌથી વિશાળ રાષ્ટ્રમાં આ પરિસ્થિતિ વાસ્તવમાં માનવ સર્જિત છે.
અહીં ઉત્તરે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ છે. બ્લ્યુ નાઇમથી દક્ષિણે ખ્રિસ્તી ધર્મીઓ ભારે મોટી બહુમતીમાં છે. વર્ષોથી બંને વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. ખાર્ટુમમાં લશ્કરી જુન્ટાનું શાસન છે. અહીં લોકશાહી હતી જ. તેનું સંવિધાન ઘડવા અને પંચવર્ષિય યોજનાઓ તૈયાર કરવા ભારતના સુકુમાર સેનનાં નેતૃત્વ નીચે અર્થશાસ્ત્રીઓ અને રાજ્ય શાસ્ત્રીઓનું પ્રતિનિધિ મંડળ ત્યાં ગયું હતું. તમોને ભાગ્યે જ માહિતી હશે કે ખાર્ટુમના એક રાજમાર્ગનું નામ સુકુમાર સેન માર્ગ રાખવામાં આવ્યું છે.
છેક ૧૯મી સદીમાં તે સમયે ઇજીપ્તના તાબામાં રહેલા સુદાન ઉપર બ્રિટિશરોએ તરાપ માર્યા પછી સુદાન એંગ્લો ઇજીપ્શીયન સુદાન કહેવાતું હતું. બ્રિટિશ પૈસાઉઝી ગઇ ત્યારથી ત્યાં ઉત્તરના ઇસ્લામ પંથીઓ અને દક્ષિણના ખ્રિસ્તીઓ વચ્ચે ચાલતાં અવિરામ યુદ્ધનો અંત દેખાતો નથી. લશ્કરી જુંટાએ ચૂંટાયેલી સરકારને ભ્રષ્ટ કરી સત્તા હાથમાં લીધી છે. તે સામે લોકશાહીવાદી કેટલાક શિક્ષિતોએ જનતાનું નેતૃત્વ લઇ સંઘર્ષ શરૂ કર્યો છે. આમ ઉપર દક્ષિણ, બીજી તરફ સરમુખત્યાર શાસન તથા લોકશાહી તરફી પશ્ચિમોના જંગે સુદાનમાં માનવ સર્જિત દુષ્કાળ ઉભો કર્યો છે. કરોડો લોકો ભૂખે ટળવળે છે, પાણી માટે વલખા મારે છે. તેઓ પોતાના જ દેશમાં નિર્વાસિત બની રહ્યા છે.