અમદાવાદ,બુધવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસ વાહન ચેકિંગના દાવા કરી રહી છે. તો બીજીતરફ રખડતા પુશોને ચોરીને તથા બહાર ગામથી પશુઓની હેરાફેરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે એટલું જ નહી આવા પશુઓની ગેરકાયદે કતલ પણ કરવામાં આવી રહી છે. રામોલ ટેલટેક્ષ પાસેથી પશુંઓ ભરીને ટ્રક પસાર થતી હોવાની માહિતી આધારે જીવદયા પ્રેમીઓએ ટ્રકની તોડફોડ કરી હતી જેથી ડરના માર્યા ડ્રાઇવર ટ્રક મૂકીને નાસી ગયો હતો પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી સાત પશુંઓ મળી આવ્યા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ટ્રકમાં પાણી અને ઘાસચારાની સગવડ વગર સાત પશુંઓને ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધેલા હતા ઃ પોલીસે પાંજપોળ મોકલી આપ્યા

જીવદયા પ્રેમીએ રામોલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતાં  સીટીએમ એક્સપ્રેસ હાઇવે ઉપર ટોલટેક્ષ પાસે બિન વારસી ટ્રક પડેલી હતી જેના દરવાજા તથા આગળના કાચ સહીત વાહનની તોડફોડ કરેલી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં તેંમાં નાની ૨ અને મોટા પાંચ પાડા મળી આવ્યા હતા, પરતુ પશુંઓ માટે ઘાસચારો કે પછી પાણી કોઇ વ્યવસ્થા ન હતી અને ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધેલા હતા.

કોઇક અજાણી વ્યક્તિ આ પશુઓની ગેરકાયદે૨ કતલ કરવાના ઇરાદાથી લઇ જતો હોવાની શંકા સેવાઇ રહી છે બીજીતરફ  રિંગરોડ આસપાસના વિસ્તારના  જીવદયા પ્રેમીઓએ વોચ ગોઠવીને ટ્રક રોકીને તોડફોડ કરી હતી જેથી ડ્રાઇવર ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી ટ્રકના નંબર આધારે આરોપીની શોધખોળ હાથ ધરવાની કાર્યવાહી શરુ કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *