અમદાવાદ, બુધવાર
અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાના ભારે વાહનો વટવા િંરંર રોડ ઉપરથી પસાર થતા હોય ત્યારે પૈસા પડાવવા માટે પોલીસ તેમને ખોટી રીતે હેરાન કરતી હતી. આ મુજબની ફરિયાદ એસીબીને મળી હતી જેને લઇને પોલીસે તપાસ કરતા પોલીસ કર્મચારી, જી.આર.ડી, ટી.આર.બી. તથા વચેટીયા દ્વારા રોડ ઉપર આવતા જતા વાહન ચાલકો પાસે કાયદેસરના કાગળો હોવા છતાં યેનકેન પ્રકારે બહાના કાઢી દમ મારીને રૃ.૨૦૦ થી રૃા. ૫,૦૦૦ સુધીની પડાવતા હતા. જેને લઇને આજે એસીબીએ છટકું ગોઠવીને વટવાના બે કોન્સ્ટેબલ અને હોમગાર્ડને રૃપિયા ૨૦૦ લેતા રંગેહાથ પકડી પાડયા હતા.
અમદાવાદ તથા સુરેન્દ્રનગરના વાહન ચાલકો પાસે કાગળો હોવા છતા પોલીસ જીઆરડી, ટીઆરબી તથા વચેટીયા રૃા.૫,૦૦૦ સુધીના હપ્તા માગતા
અમદાવાદ એસીબી કચેરીેને માહિતી મળી હતી કે અમદાવાદ શહેર,જિલ્લા તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં પોલીસ અધિકારી, કર્મચારી,જી.આર.ડી, ટી.આર.બી. તથા વચેટીયા રોડ ઉપર આવતા જતા વાહન ચાલકો પાસે કાયદેસરના કાગળો હોવા છતાં યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન કરી રૃ. ૨૦૦ થી ૫,૦૦૦ સુધીની લાંચ લેવામાં આવે છે. જેને લઇને આજે એસીબી દ્વારા વોચ રાખી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જે વાહન ચાલક વટવા રિંગ રોડ ઉપર ગામઠી ચાર રસ્તા પાસે વાહન લઇને પસાર થતા હતા આ સમયે એક હાજર બે પોલીસ વાળા અને હોમગાર્ડે રૃપિયા ૨૦૦ લીધા હતા અને એસીબીએ તુરત તેઓને પકડી પાડયા હતા.પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સોમાં બળદેવભાઈ,વટવાના હોમગાર્ડ અને વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નવીનચંદ્ર તેમજ શહેર અશ્વિનકુમારનો સમાવેશ થાય છે.