IPL 2024 Playoffs scenario: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ટુર્નામેન્ટ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ તેમ પ્લેઓફની રેસ વધુ રસપ્રદ બની રહી છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં 38 મેચ રમાયા છે અને રોમાંચ તેના ચરણ પર પહોંચી ગયો છે ત્યારે ક્રિકેટ ફેન્સ પોતાની ટીમને વધુ આગળ જોવા આતુર થઈ રહ્યા છે. જો કે હજુ સુધી ન તો કોઈ ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે અને ન તો કોઈ ટીમ આ રેસમાંથી બહાર થઈ છે. જો  કે આપણે વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો તે સ્પષ્ટ છે કે ત્રણ ટીમો તેની ખૂબ નજીક ઊભી છે, જ્યારે બે ટીમની રાહ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ શક્યતાઓ હજુ પણ જીવંત છે.

પ્લેઓફમાં પહોંચવા 16 પોઈન્ટની જરૂર પડશે

IPL પ્લેઓફમાં પહોંચવા માટે કોઈપણ ટીમને ઓછામાં ઓછા 16 પોઈન્ટની જરૂર પડશે. એટલે કે ટીમને આઠ મેચ જીતવી જરૂરી રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને હરાવીને રાજસ્થાન રોયલ્સે આઠ મેચમાં સાતમી જીત સાથે 14 પોઈન્ટ છે. એનો અર્થ એવો થયો કે રાજસ્થાનને હવે માત્ર એક વધુ મેચ જીતવાની જરુર રહેશે, જ્યારે તેની 6 મેચ બાકી છે.

KKR અને SRH પણ પ્લેઓફમાં પહોંચે તેવી શક્યતા

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) પણ પ્લેઓફની ખૂબ નજીક છે. બંને ટીમોએ સાત મેચમાંથી પાંચમાં જીત મેળવી છે. એટલે કે હાલમાં બંને ટીમોના 10 પોઈન્ટ છે. અને હજુ 7 મેચ બાકી છે, જેમાંથી જો ત્રણમાં પણ જીતશે તો કામ થઈ જશે. પરંતુ ચોથા નંબરની ટીમ માટે રસાકસી જોવા મળી રહી છે. 

ચોથા સ્થાન માટે આ ત્રણ ટીમ વચ્ચે ભારે રસાકસી

ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. ટીમ સાતમાંથી ચાર મેચ જીતી છે અને તેના આઠ પોઈન્ટ છે. આ ઉપરાંત લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) પણ સાતમાંથી ચાર મેચ જીતવામાં પણ સફળ રહી છે અને તેના પણ 8 પોઈન્ટ છે. આ સિવાય ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમે અત્યાર સુધીમાં 8 મેચમાં માત્ર ચારમાં જ જીત મેળવી છે, એટલે કે તેના પણ 8 પોઈન્ટ છે. આ ત્રણેય ટીમોના પોઈન્ટ સરખા છે. ફરક માત્ર એટલો છે કે CSK અને KKRની સાત મેચ બાકી છે, જ્યારે GTની માત્ર છ મેચ જ બાકી છે.

આ ટીમો માટે પ્લેઓફના દ્વારા હજુ પણ ખુલ્લા

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની સ્થિતિ એક જેવી જ છે. બંને ટીમોએ 8 મેચ રમીને માત્ર 3 જીતી સાથે 6 પોઈન્ટ છે. જો કે પ્લેઓફમાં જવાની તેમની શક્યતાઓ પૂરી થઈ નથી, પરંતુ રાહ ખૂબ મુશ્કેલ છે. જ્યારે પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru)ની હાલત ખૂબ જ ખરાબ છે. પંજાબે આઠમાંથી બે મેચ જીતી છે અને તેના ચાર પોઈન્ટ છે. RCBએ 8 માંથી માત્ર એક જ જીત નોંધાવી છે અને તેના બે પોઈન્ટ છે. 

RCBને કરિશમાં જ પ્લેઓફમાં પહોંચાડી શકે

મુંબઈ  અને દિલ્હી માટે દરવાજા હજી ખુલ્લા છે, પરંતુ પંજાબ અને બેંગલુરુની રાહ લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ નથી. પંજાબની ટીમ જો તેના તમામ મેચો જીતે તો 16 પોઈન્ટ થઈ શકે છે, પરંતુ RCB તમામ મેચ જીતે તો પણ ફક્ત 14 પોઈન્ટ્સ જ રહેશે, જે પ્લેઓફમાં પહોંચવા પૂરતા નહીં હોય. આગામી ત્રણ-ચાર દિવસમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે કઈ ટીમ પ્લેઓફમાં પ્રવેશ કરશે અને કઈ બહાર થશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *