સલમાન ખાનના ઘરે જે ફાયરિંગ થયુ હતુ તે પિસ્તોલ મળી આવી છેમુંબઈ પોલીસ મુંબઈથી બે મરીન એક્સપર્ટ સ્કૂબા ડ્રાઈવરને લઈને આવી
સુરતમાં આશરે 28 કલાકની મહેનત બાદ મુંબઈ પોલીસને સફળતા મળી
સુરતમાં આશરે 28 કલાકની મહેનત બાદ મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં તાપી નદીના અંદરથી મુંબઈ પોલીસે બે પિસ્તોલ તથા ચાર મેગેઝીન જેમાં 17 રાઉન્ડ છે તે મળી આવ્યા છે. મુંબઈ પોલીસ મુંબઈથી બે મરીન એક્સપર્ટ સ્કૂબા ડ્રાઈવરને લઈને આવી હતી. સલમાન ખાનના ઘરે જે ફાયરિંગ થયુ હતુ તે આ પિસ્તોલથી થયુ હતુ.
મુંબઈના બે મરીન એક્સપર્ટ સ્કૂબા ડ્રાઇવરોએ શોધખોળ હાથ ધરી
સુરત પોલીસ અને ફાયર વિભાગના મદદથી બોટ મેળવી કલાકો સુધી મુંબઈના બે મરીન એક્સપર્ટ સ્કૂબા ડ્રાઇવરોએ શોધખોળ હાથ ધરી હતી. તાપી નદીના 9 મીટર અંદરથી બંને પિસ્તોલ અને 4 મેગ્ઝીન મળી આવ્યા છે. આશરે તાપી નદીના અડધા કિલોમીટરના રેન્જમાં મુંબઈ પોલીસે આ પિસ્તોલની શોધ કરી હતી. જેમાં લગભગ 365 મીટર સુધી પોલીસે પિસ્ટલની શોધ કરતા તે મળી આવી હતી.
સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે તાપી નદીમાં ફેંકાયેલી 2 પિસ્તોલ મળી
સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે તાપી નદીમાં ફેંકાયેલી 2 પિસ્તોલ મળી છે. જેમાં શૂટરોએ તાપી નદીમાં પિસ્તાલ ફેંકી હતી. તેમાં બંને પિસ્તાલમાં બુલેટ્સ પણ મળી આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના બાંદ્રા યુનિટ 9ની સુરતમાં તપાસ ચાલી રહી હતી. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયક પાસે કેસની તપાસ છે. તેથી 28 કલાકની મહેનત બાદ મુંબઈ પોલીસને સફળતા મળી છે. જેમાં 9 મીટર અંદરથી 2 પિસ્તોલ, 4 મેગેઝીન મળી આવ્યા છે. જેમાં હવે સલમાન ખાનના ઘર પર ફાઇરિંગ મુદ્દે મોટા ખુલાસા થઇ શકે છે.