શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી
બન્ને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી હતી

સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તાપી નદીમાં ફેંકાયેલી 2 રિવોલ્વર મળી આવી છે. તેમજ શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. તેમાં બન્ને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9એ સુરતમાં તપાસ કરી હતી

ક્રાઈમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9એ સુરતમાં તપાસ કરી હતી. જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના હાથમાં કેસ છે. જેમાં મુંબઈ પોલીસને સફળતા મળી છે. બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયુ હતુ. જેમાં દયા નાયકની ટીમને બે રિવોલ્વર મળી આવી છે. બે વેપન નદીમાંથી રિકવર કરવામાં આવ્યા છે. બંને હત્યારમાં બુલેટ્સ પણ મળી આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9 નંબરની ટીમ સુરત આવી હતી. જેમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા હતા. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ મુંબઈ માટે રવાના થઇ છે.

વિક્કી અને સાગર પાલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું

વિક્કી અને સાગર પાલે ગત 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 58 વર્ષીય સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બંને બાઈકમાં ફરાર થઈ ગયા હતા. ટેક્નિકલ સર્વિલાન્સના આધાર પર તેમને 16 એપ્રિલે મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમોએ ભુજ શહેરથી ઝડપી લીધા હતા, ત્યાં બંને સુતેલા હતા. બાદમાં બંનેને ઝડપીને મુંબઈ પોલીસને સોંપી દેવાયા હતા.

બે લોકો દ્વારા ઉપયોગ કરાયેલી બંદૂકને શોધવા મુંબઈ પોલીસ સુરત આવી

સુરત પોલીસના અધિકારી અનુપમ સિંહ ગેહલોતે આ અંગે એજન્સીને જણાવ્યું કે, મુંબઈ પોલીસની એક ટીમ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવા માટે બે લોકો દ્વારા ઉપયોગ કરાયેલી બંદૂકને શોધવા માટે સુરત આવી છે. તેમની ટીમો હથિયાર શોધવામાં મુંબઈ પોલીસની મદદ કરી રહી છે. જેમાં સફળતા મળી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *