PIના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસરેણુકા સોલંકીએ પોલીસ સ્ટેશનમાં જ પીધી ઝેરી દવાPI સુનિલ ચૌધરી સહિત D-સ્ટાફના ત્રાસથી ભર્યું પગલું
અમદાવાદ રૂરલમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ PIના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ રૂરલમાં ફરજ બજાવતા રેણુકાબેન સોલંકી નામના મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે, ધંધુકા પોલીસ સ્ટેશનના PI સુનિલ ચૌધરી અને અન્ય D-સ્ટાફના ત્રાસથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલ રેણુકાબેન સોલંકીએ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હોવાનો મહિલા પોલીસનો દાવો છે. પોલીસ મહિલા કોન્સ્ટેબલે એક વીડિયો પણ ઉતાર્યો જેમાં તેમના પતિને PI દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના મામલે જાણવા મળી રહ્યું છે કે, રેણુકાબેન સોલંકીના પતિને PI દ્વારા ઢોર માર મારવામાં આવ્યા હતો. પ્રોહીબિશનના કેસમાં ફસાવી દેવાનો મહિલા કોન્સ્ટેબલે આરોપ લગાવ્યો છે. PIના ત્રાસના કારણે મહિલા કોસ્ટેબલ કંટાળ્યા બાદ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કોસ્ટેબલના આપઘાતના પ્રયાસને લઇ સમગ્ર વિસ્તારમાં ચક્કચાર મચી જવા પામ્યો છે. સમગ્ર બનાવબને લઇ ધંધુકા પોલીસ સ્ટેશન ગંભીર સવાલ પર ઉઠી રહ્યા છે.