અમદાવાદ,સોમવાર
સભ્ય સમાજમાં માતા-પિતા માટે ચેતવણીરૃપ કિસ્સો ઇસનપુરમાં સામે આવ્યો છે. જેમાં ઇસનપુરમાં પતિની પહેલી પત્નીના પુત્રએ એકલતાનો લાભ લઇને બીજી પત્નીની સગીર પુત્રીને અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. જે બાદ સગીરા પોતાના ઘરમાં સુનમુન રહેતા માતાએ પૂછતાં હકીકત જણાવી હતી. આ બનાવ અંગે સગીરાની માતાએ સગીર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોેલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એકલાતો લાભ લઇ છેડતી કરતો હતો, સગીરા ઘરમાં સુનમુન રહેતા માતાએ પૂછતા હકીકત જણાવી પોલીસ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ઇસનપુર વિસ્તારમાં ૨૯ વર્ષીય પરિવાર સાથે રહેતી મહિલાએ બીજા લગ્ન કર્યા હતા મહિલાના પતિની પહેલી પત્ની અને બીજી પત્ની સંયુક્ત પરિવારમાં સાથે રહેતા હતા. પહેલી પત્નીના સગીર પુત્રએ બીજી પત્નીની ઘેર હાજરીમાં અવાર અવાર નવાર તેમની દિકરી પાસે જતો હતો. દરમિયા તારીખ ૫ એપ્રિલના રોજ સગીર પુત્ર ઘરે કોઇ ન હોવાથી તેનો લાભ લઇને તેમની મહિલાની સગીર પુત્રીને શારીરિક અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું હતું તેમજ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ સગીરા પોતાના ઘરમાં સુનમુન રહેતી હોવાથી માતાએ તેને પૂછતા પુરી હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ પતિના પહેલી પત્નીના પુત્ર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.