અમદાવાદ, સોમવાર
નારોલમાં રિક્ષા ચાલકે ટ્રક ડ્રાઇવરને પેસેન્જર તરીકે તેની પાસે બેસાડયો હતો અને થોડે આગળ જઇને રિક્ષા ચાલક છરી બતાવીને માર મારીને રોકડા સહિત રૃા. ૯૫૦૦ ભરેલ પર્સ લૂંટીને નાસી ગયા હતા. પોલીસ તપાસમાં રિક્ષા સાઇડમાં ઉભી રાખીને સાગરિતે લાફા મારીને યુવકને નીચે ઉતારીને રિક્ષા લઇને નાસી ગયા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે લૂટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે વિરોધ કરતા છરી બતાવી રિક્ષા સાઇડમાં ઉભી રાખી સાગરીતે લાફા મારી પેસેન્જરને ચાલુ રિક્ષામાં ઉતારી રૃા.૯૫૦૦ની લૂંટ ચલાવી નાસી ગયા
પીપળજ-પીરાણા રોડ ઉપર રહેતા ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે ૧૦ વાગે તેઓ નોકરીએ જવા માટે નીકળ્યા હતા. ત્યારે નારોલ સર્કલ પાસે રિક્ષાની રાહ જોઇને ઉભા હતા. ત્યારે એક રિક્ષા ચાલક આવ્યો હતા રિક્ષામાં પહેલાથી એક શખ્સ બેઠો હતો. રિક્ષા ચાલકે તેની બાજુમાં યુવકને બેસાડીને અસલાલી જવા નીકળ્યો હતો.
થોડે આગળ જતાની સાથે રિક્ષા ચાલકે તેમના ખિસ્સામાંથી પર્સ કાઢી લેતા તેમની નજર પડતા પર્સ લઇ લીધું હતું તમે કેમ પર્સ કાઢો છો કહેતા રિક્ષા ચાલકે છરી બતાવીને તકરાર કરી હતી અને રિક્ષા સાઇડમાં ઉભી રાખીને રિક્ષા ચાલક અને બેસેલ શખ્સે યુવકને માર મારીને બેન્કના ડોક્યુમેન્ટ, રોકડ રૃ. ૯૫૦૦ ભરેલ પર્સ લઇને નાસી ગયા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.