નવી દિલ્હી,
તા. ૨૨

એક બાજુ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર છે
તો બીજી તરફ સમગ્ર વિશ્વની નામાંકિત કંપનીઓ દેશમાં પોતાનો બિઝનેસ વધારવાની યોજના
બનાવી રહી છે.

આઇફોન બનાવતી એપલે ભારતમાં મોટા પાયે ભરતીની યોજના બનાવી
છે. એક રિપોર્ટમાં સરકારી સૂત્રોના સંદર્ભથી દાવો કરવામાં આવ્યો છે કે આ અમેરિકન
કંપની આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખથી વધુ લોકોને નોકરીઓ આપી શકે છે.

નામાંકિત અમેરિકન કંપની એપલ ભારતમાં ઉત્પાદન વધારવા પર
ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ માટે આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખથી વધુ કર્મચારીઓને
રોજગાર આપવાની યોજના બનાવી છે.

ભારતમાં એપલના મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટમમાં ૧.૫ લાખથી વધારે
કર્મચારી કાર્ય કરી રહ્યાં છે. જેમાં ટાટા ગુ્રપની કંપની ટાટા ઇલેક્ટ્રોનિકસ
દ્વારા સંચાલિત બે સંયત્રોના કર્મચારી પણ સામેલ છે.

આગામી ૪-૫ વર્ષોમાં કંપની ભારતમાં પોેતાના ઉત્પાદનને પાંચ
ગણું વધારી ૪૦ અબજ ડોલર (૩.૩૨ લાખ કરોડ રૃપિયા)નું કરવા માગે છે.

એપલે ગયા વર્ષે બેંગાલુરુમાં પોતાની એક નવી ઓફિસ શરૃ કરી
હતી જેમાં હાલમાં ૧૨૦૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. આ સિવાય મુંબઇ
, હૈદરાબાદ અને
ગુરુગ્રામમાં કંપનીની ઓફિસો અગાઉથી જ આવેલી છે.

ટાટ જૂથ ભારતમાં આઇફોનના ઉત્પાદન સાથે જોડાયેલ છે અને ટાટાએ
નવેમ્બર
, ૨૦૨૩માં
૧૨.૫ કરોડ ડોલરમાં વિસ્ટ્રોન કોર્પનું અધિગ્રહણ કર્યુ હતું. ભારતમાં એપલના આઇફોનના
નિર્માણનું કાર્ય ત્રણ વેન્ડર્સની પાસે છે. જેમાં વિસ્ટ્રોેન
, પેગાટ્રોન અને
ફોકસકોનનો સમાવેશ થાય છે. ટાટા ગુ્રપની ટાટા ઇલેક્ટ્રોનિકસ ભારતમાં એપલ માટે બે
પ્લાન્ટ સંચાલિત કરી રહી છે.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *