– લૂક પહેલાં કરતાં બગડયો હોવાનો અભિપ્રાય
– પતિ સાથે છૂટાછેડાની જાહેરાતના મહિનાઓ પછી પ્લાસ્ટિક સર્જરી કરાવી
મુંબઇ : ઈશા દેઓલે પોતાના લિપની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અટકળો છે. તેના નવા લૂક પરથી આ અટકળો બાંધવામાં આવી રહી છે. જોકે, નેટ યૂઝર્સના અભિપ્રાય અગાઉ ઈશા અગાઉ ખરેખર બ્યુટિફૂલ હતી અને તેણે આ સર્જરી બાદ પોતાનું ઓરિજિનલ સૌંદર્ય ગુમાવી દીધું છે. ઈશા માતા હેમા માલિની સાથે એક વીડિયોમાં જોવા મળી હતી. તે પછી તેણે લિપ ફિલર્સ કરાવ્યું હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, સંખ્યાબંધ લોકોએ ઈશાએ પોતાનો નેચરલ લૂક ગુમાવી દીધો હોવાની ટીકા કરી હતી. કેટલાકે જણાવ્યું હતું કે આવા અખતરા બધાએ ન કરવા જોઈએ તે પુરવાર થયું છે.
એક એકટ્રેસ તરીકે ઈશાની કારકિર્દી ખતમ થઈ ચૂકી છે. હજુ થોડા સમય પહેલાં જ ઈશાએ પતિ ભરત તખ્તાની સાથે છૂટાછેડા લેવાની પણ જાહેરાત કરી હતી.