Salman Khan House Firing Case : એક અઠવાડિયા પહેલા મુંબઈમાં એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈકસવારોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ગુજરાતના કચ્છથી ધરપકડ કરાઈ હતી. ત્યારે, સલમાનની સિક્યોરિટી વધારી દેવાઈ છે. હવે આ મામલે નવી અપડેટ આવી છે.

બિશ્નોઈ ભાઈઓને બનાવાયા આરોપી

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે આરોપી બનાવ્યા છે. લોરેન્સની સાથે તેમના ભાઈ અનમોલ બિશ્નોઈને પણ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અનુસાર, અત્યાર સુધીની તપાસમાં બિશ્નોઈ વિરૂદ્ધ કેટલાક પુરાવા અને સાક્ષી મળ્યા છે. જેના આધાર પર બિશ્નોઈ ભાઈઓને કેસમાં આરોપી બનાવાયા છે.

IPCની કલમ 506(2), 115, 201 હેઠળ આ કેસ દાખલ કરાયો છે. સૂત્રોના અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ ટુંક સમયમાં જ અનમોલ બિશ્નોઈ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી શકે છે. તો જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડીની માગ કરવા માટે કોર્ટમાં એપ્લીકેશન પણ આપશે. 

જણાવી દઈએ કે, સલમાનના ઘર પર ફાયરિંગ બાદ એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો છે. અનમોલ બિશ્નોઈ USAમાં રહે છે.

શું લખ્યું હતું વાયરલ પોસ્ટમાં?

અનમોલ બિશ્નોઈ નામના એકાઉન્ટથી કરાયેલી પોસ્ટમાં લખ્યું હતું કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ, અપરાધ વિરૂદ્ધ નિર્ણય જો યુદ્ધથી થાય તો યુદ્ધ જ બરાબર. સલમાન ખાન અમે આ ટ્રેલર બતાવવા માટે કર્યું છે, જેથી તુ સમજી જા. અમારી તાકાતને ન પારખો. આ પહેલી અને છેલ્લી વોર્નિંગ છે, હવે પછી ગોળી ઘર પર નહીં ચાલે. અને તુ જે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માને છે તેના નામના અમે બે જાનવર પાળ્યા છે. બાકી વધુ બોલવાની અમને આદત નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *