– અનિલ કપૂર રકૂલપ્રીતના પિતાની ભૂમિકામાં
– ફિલ્મનું શૂટિંગ આવતા મહિનેથી શરૂ થશે, આવતાં વર્ષે રીલિઝ કરાશે
મુંબઇ : ‘દે દે પ્યાર દે ટૂ’માં હવે અનિલ કપૂરની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં બંને કલાકારો આમને સામને જોવા મળશે.
અનિલ કપૂર રકૂલ પ્રિત સિંઘના પિતાની ભૂમિકામાં જોવા મળશે. તેના અને અજય દેવગણ વચ્ચેની તકરારના આધારે ફિલ્મની વાર્તા આગળ વધશે. આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી લંડનમાં કરવામાં આવશે. ફિલ્મ આગામી વર્ષે મે માસમાં રીલિઝ થવાની શક્યતા છે. આ રોમાન્ટિક કોમેડીના વધુ કેટલાક કલાકારોની જાહેરાત પણ આગામી દિવસોમાં થઈ શકે છે. અનિલ કપૂર તેની નવી ઈનિંગમાં ઈન્ડસ્ટ્રીનો સૌથી વધુ ડિમાન્ડ ધરાવતો કલાકાર બની ચૂક્યો છે. તાજેતરમાં ‘એનિમલ’ અને બાદમાં ‘ફાઈટર’ ફિલ્મ બાદ તે એક પછી એક નવી ફિલ્મો ધડાધડ સાઈન કરી રહ્યો છે.