IPL 2024, RCB: IPL 2024માં ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની ટીમ આઠ મેચમાં સાત મેચ હારી ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં RCBને માત્ર એક રનથી હરાવવામાં સફળ રહી હતી. આ કારણે RCB IPL 2024 પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. RCB પાસે હાલમાં 8 મેચમાંથી માત્ર 2 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ (NRR) -1.046 છે. આ હાર સાથે જ સ્થિતિને જોતા પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે પરંતુ ટીમનું સપનું હજું પૂરી રીતે ખતમ નથી થયું. 

IPL 2024 પોઈન્ટ ટેબલમાં RCBની સ્થિતિ

RCB પાસે IPL 2024માં 6 મેચ બાકી છે અને છ જીત સાથે તેના 14 પોઈન્ટ થઈ જશે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે IPL પ્લેઓફ સ્ટેજમાં પહોંચવા માટે ટીમોને 16 પોઈન્ટની જરૂર હોય છે. જો કે, ટીમો માટે 14 પોઈન્ટ સાથે પણ ક્વોલિફાય થવું શક્ય છે. પરંતુ તેના માટે RCBએ હવે અન્ય ટીમો પર પણ નિર્ભર રહેવું પડશે.

RCBએ IPL 2024 પ્લેઓફમાં પહોંચવા માટે શું કરવું પડશે?

RCB માટે આગળનો રસ્તો એકદમ સ્પષ્ટ છે. બાકીની તમામ મેચો જીતો અને આશા રાખો કે બાકીના પરિણામો પણ તેમની તરફેણમાં જાય જેથી તેઓ 14 પોઈન્ટ સાથે ટોચના 4માં સ્થાન પર પહોંચી શકે. મેચ વિશે વાત કરીએ તો ફિલ સોલ્ટ અને શ્રેયસ અય્યરની સારી ઈનિંગ્સને કારણે KKRએ 222/6 રન બનાવ્યા ત્યારબાદ આન્દ્રે રસેલે ત્રણ વિકેટ લઈને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *