Lok Sabha Elections 2024: કોંગ્રેસે આંધ્ર પ્રદેશ અને ઝારખંડ માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં નવ બેઠક અને ઝારખંડમાં બે બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે કોંગ્રેસે ઝારખંડની ગોડ્ડા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલ્યો છે. પાર્ટીએ દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
પંજાબ, બિહાર માટે સીઈસીની બેઠક
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)એ પંજાબ અને બિહારમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે રવિવારે (21મી એપ્રિલ) બેઠક યોજી હતી. ઉમેદવારોની આગામી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં સીઈસીની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ, અંબિકા સોની અને અન્ય નેતાઓએ ભાગ લીધો હતો.