– આ કંપનીઓની યુ.એસ.માં રહેલી તમામ પ્રોપર્ટી અને પ્રોપર્ટી ઇન્ટરેસ્ટસ પણ જપ્ત કરવા રહી રહીને યુ.એસ. વિચારે છે
નવી દિલ્હી : પ્રાદેશિક અસ્થિરતા ઊભી કરી શકે તેવાં પાકિસ્તાનના લોંગ રેન્જ બેલાસ્ટિક મિસાઇલ્સ પ્રોગ્રામમાં મિસાઇલ્સને માટે છૂટા ભાગ વેચનારી ચીનની અને બેલારૂસની કંપનીઓ ઉપર અમેરિકા પ્રતિબંધ મુકવાનું છે.
અમેરિકાનાં વિદેશ મંત્રાલયે બેલારૂસના મિન્ક્સ વ્હીલ ટ્રેકટર પ્લાન્ટ ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ કંપની પાકિસ્તાનના નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સના લોંગ રેન્જ બેલાસ્ટિક મિસાઇલ્સ પ્રોગ્રામની મિસાઇલ્સ લઇ જનારી ગાડીની ચેસીસ બનાવે છે.
ચીનની શીયાન લોંગડે ટેકનોલોજી ડેવલપમેન્ટ કંપની તે બેલાસ્ટિક મિસાઇલ્સ માટેનાં મોટર કેસીઝનાં ફીલામેન્ટ વાઇન્ડીંગ મશીન્સ બનાવે છે.
અન્ય ચાઈનીઝ કંપની નિયાનજીન ક્રીએટિલ સોર્સ ઇન્ટરનેશનલ સ્મેલ લોન્ચ વ્હીકલ્સ માટેની પ્રોપેલન્ટ ટેન્કસ માટે સ્ટર વેલ્ડિંગ ઇક્વિપમેન્ટસ બનાવે છે.
આ કંપની પાકિસ્તાનનાં સ્પેસ એન્ડ અમર એટમોસ્ફીયર રીસર્ચ કમીશન (saarc) દ્વારા બનાવાતાં એમટીસીઆર કેટેગરી-૧ બેલાસ્ટિક મિસાઇલ્સ માટેની લીનીયર એક્સલેટર સીસ્ટીમ બનાવે છે. તેમ પણ અમેરિકાનાં વિદેશમંત્રાલયે જણાવ્યું હતું. જ્યારે ચીનની એક કંપની સુપાર્કો માટે, લાર્જ ડાયામીટર રોકેટ મોટર્સ બનાવે છે.
આ બધી જ કંપનીઓની તમામ પ્રોપર્ટી અને પ્રોપર્ટી ઇન્ટરેસ્ટસ ફ્રીઝ કરવા નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત જે કંપનીઓનાં નામ સ્પેશ્યલી ડેઝિગ્નેટેડ નેશનલ એન્ડ બ્લોકડ પર્સન્સ લિસ્ટમાં તે કંપનીઓની ૫૦ ટકા કે તેથી વધુ ભાગીદારી સીધી કે આડકતરી રીતે હોય તે કંપનીઓની ઉપર પણ પ્રતિબંધ મુકવા વિચારાઈ રહ્યું છે.