Memphis Mass Shooting: અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટનાં બનતાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ વખતે ટેનેસીના મેમ્ફિસમાં એક બ્લોક પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. માહિતી અનુસાર પોલીસે કહ્યું કે આ પાર્ટીનું આયોજન પરવાનગી વગર કરવામાં આવ્યું હતું. 

200થી 300 લોકો હાજર હતા પાર્ટીમાં… 

પોલીસના જણાવ્યાનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે અન્ય 14થી વધુ ઘાયલ હોવાની માહિતી છે. આ પાર્ટીમાં 200થી 300 લોકો હાજર હતા. ગેરકાયદે યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીને પગલે મોટી કરુણાંતિકા થતા રહી ગઇ હતી. ઈજાગ્રસ્તોમાં પણ અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *