– નીના ગુપ્તાએ નાની બનવાની ખુશી વ્યક્ત કરી

– મસાબા અને સત્યદીપે ગત વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કર્યાં હતાં, બંનેનાં આ બીજાં લગ્ન

મુંબઇ : નીના ગુપ્તા નાની બનવાની છે. તેની પુત્રી મસાબાએ પોતાની પ્રેગનન્સીની ઘોષણા કરી છે. મસાબાએ જાતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.  મસાબાની પોસ્ટને નીના ગુપ્તાએ શેર કરી હતી. મારી દિકરીને ત્યાં પણ હવે બાળક આવી રહ્યું છે, આથી વધુ ખુશી બીજી કઈ હોઈ શકે તેમ તેણે એક પોસ્ટમાં જણાવ્યું હતું. 

પરિણિતી ચોપરા સહિતના સંખ્યાબંધ સેલિબ્રિટીઓએ મસાબાને અભિનંદન પાઠવ્યાં હતાં. મસાબા અને સત્યદીપે ગયા વરસના જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. બન્નેના આ બીજા લગ્ન છે., મસાબાએ ૨૦૧૫માં પ્રોડયુસર મધુ મંટેના લાથે લગ્ન કર્યા હતા અને તેમણે ૨૦૧૯માં છુટાછેડા લઇ લીધા હતા.  બીજી તરફ તેનો હાલનો પતિ સત્યદીપ મિશ્રા અગાઉ અદિતી રાવ હૈદરી સાથે લગ્ન બાદ છૂટાછેડા લઈ ચૂક્યો છે. મસાબાના પોતાના જન્મની સ્ટોરી પણ બહુ ફેમસ છે. તે નીના ગુપ્તા અને  ક્રિકેટર વિવિયન રિચાર્ડસનું પ્રેમસંબંધ થકી જન્મેલું સંતાન છે. વર્ષો અગાઉ નીના ગુપ્તાએ કુંવારી અવસ્થામાં જ માતા બનવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. 

જોકે, આજે મસાબાની ઓળખ માત્ર નીના ગુપ્તાની દીકરી જ નહીં પરંતુ દેશની એક ટોચની ફેશન ડિઝાઈનર તરીકેની છે. તેની બ્રાન્ડના ક્લોથ્સ દુનિયાભરમાં વેચાય છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *