– આવતાં વર્ષની ઈદ વખતે ફિલ્મ રીલિઝ કરી દેવાની હોવાથી ફટાફટ શૂટિંગ આટોપાશે
મુંબઇ : સલમાનની એ. આર. મુરગાદોસ દિગ્દર્શિત એક્શન ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ આવતા મહિનાથી શરુ થઈ જશે. પ્રોડકશન સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, મુરુગાદોસ હાલ શિવકાર્તિકેયન સાથેની એક એકશન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ જુન મહિના સુધી ચાલવાનું છે. બીજી તરફ આ ‘સિકંદર’નું પણ શિડયૂલ નક્કી થઈ ગયું છે.આ ફિલ્મ આગામી ઈદમાં રીલિઝ કરી દેવાની હોવાથી ફિલ્મનું શૂટિંગ બહુ ઝડપભેર આટોપવામાં આવશે.
ફિલ્મની બાકીની કાસ્ટની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જોકે, ફિલ્મના સંગીતકાર તરીકે પ્રિતમને ફાઈનલ કરી દેવામાં આવ્યા છે.